તમે સત્કાર્યો તરફ આગળ વધો, તે ફિતનાઓ આવતા પહેલા જે સખત કાળી રાતની માફક હશે,

તમે સત્કાર્યો તરફ આગળ વધો, તે ફિતનાઓ આવતા પહેલા જે સખત કાળી રાતની માફક હશે,

અબૂ હુરૈરહ રઝી અલ્લાહુ અન્હુ (અલ્લાહ તેમનાથી રાજી થાય) રિવાયત કરે છે કે નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ (તેમના પર દરૂદ અને સલામતી થાય) એ કહ્યું: «તમે સત્કાર્યો તરફ આગળ વધો, તે ફિતનાઓ આવતા પહેલા જે સખત કાળી રાતની માફક હશે, (તેની સ્થિતિ એ હશે કે) માનવી સવારે મોમિન હશે, તો સાંજે કાફિર અને સાંજે મોમિન હશે, તો સવારે કાફિર હશે, દુનિયાની સામાન્ય વસ્તુઓના બદલામાં માનવી પોતાનો દીન વેચી દેશે».

[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)] [આ હદીષને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ રિવાયત કરી છે]

الشرح

આ હદીષમાં નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ (તેમના પર દરૂદ અને સલામતી થાય) એ એક મોમિનને સત્કાર્યો કરવામાં જલ્દી કરવાનું કહી રહ્યા છે, એ પહેલા કે તે સારા કામો કરવાને રોકનાર ફિતનાઓ અને શંકાઓ આવવાના કારણે અશક્ય થઈ જાય, અને માનવી સત્કાર્યો કરી ન શકે, તે ફિતના અંધારી રાતની માફક આવશે, જેમક રાતનો ટુકડો હોય, તેના કારણે સત્ય જૂઠ સાથે એવી રીતે ભળી જશે કે માનવી માટે તે બંને વચ્ચે તફાવત કરવો અશક્ય થઈ જશે, અને સ્થિતિ એ હશે કે માનવી શંકામાં પડી જશે, સવારે મોમિન હશે તો સાંજે કાફિર થઈ જશે, સાંજે મોમિન હશે તો સવારે કાફિર બની જશે, અને નષ્ટ થવા વાલી દુનિયાના સમાન માટે દીનથી દૂર થઈ જશે.

فوائد الحديث

અવરોધો આવતા પહેલા પોતાના દીન પર અડગ રહેવું અને સત્કાર્યો તરફ આગળ વધવું જરૂરી છે.

આ હદીષમાં તે વાત તરફ ઈશારો કરવામાં આવ્યો છે કે અંતિમ સમયે એક પછી એક ફિતના આવશે, એવી રીતે આવશે કે એક ફિતનો ખતમ થશે તો બીજી આવી પહોંચશે.

જો કોઈ માનવીનો દીન કમજોર હોય અને તે દુનિયાના સામાન્ય કાર્યોના બદલામાં, જેમકે માલ વગેરેના કારણે દીનને છોડી દે, તો તે દીનથી ફરી જવું અને ફિતનામાં સપડાઈ જવાનું કારણ હશે.

આ હદીષમાં તે વાતની દલીલ મળે છે કે સત્કાર્યો ફિતનાથી બચવાનું કારણ છે.

ફિતના બે પ્રકારના હોય છે: શંકાઓના ફિતના જેનો ઈલાજ ઇલ્મ છે, અને મનેચ્છાઓના ફિતના જેનો ઈલાજ ઈમાન અને સબર (ધીરજ) છે.

આ હદીષમાં જણાવવામાં આવ્યું કે જે ઓછા અમલ કરશે, તે ફિતનામાં જલ્દી સપડાઈ જશે, અને જે ખૂબ સારા કાર્યો કરે છે તે પણ એ ભ્રમમાં ન રહે કે તે સત્કાર્યોના કારણે બચી જશે પરંતુ તે ખૂબ જ સત્કાર્યો કરતો રહે.

التصنيفات

ઈમાનની શાખાઓ