પાંચ વસ્તુઓ ફિતરત માંથી છે: ખતના કરાવવી, ગુપ્તાંગની આજુબાજુ વાળ સાફ કરવા, મૂછો કાપવી, નખ કાપવા અને બગલના વાળ ઉખેડવા

પાંચ વસ્તુઓ ફિતરત માંથી છે: ખતના કરાવવી, ગુપ્તાંગની આજુબાજુ વાળ સાફ કરવા, મૂછો કાપવી, નખ કાપવા અને બગલના વાળ ઉખેડવા

અબુ હુરૈરહ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેઓએ કહ્યું: મેં નબી ﷺ ને કહેતા સાંભળ્યા: «પાંચ વસ્તુઓ ફિતરત માંથી છે: ખતના કરાવવી, ગુપ્તાંગની આજુબાજુ વાળ સાફ કરવા, મૂછો કાપવી, નખ કાપવા અને બગલના વાળ ઉખેડવા».

[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)] [મુત્તફકુન્ અલયહિ]

الشرح

આ હદીષમાં નબી ﷺ એ ઇસ્લામ દીનની પાંચ ફિતરત અર્થાત્ પ્રાકૃતિક વસ્તુઓ અને પયગંબરોની સુન્નતોનું વર્ણન કર્યું: પહેલું: ખતના કરાવવી, ગુપ્તાંગની ઉપર જે વધારાની ચામડી હોય છે તેને કપાવવી, તેમજ સ્ત્રીની યોનીમાં ઉપર હોતી ચામડી કાપવી. બીજું: ગુપ્તાંગની આજુબાજુના વાળ કાપવા, જે નાભિ નીચેના વાળ હોય છે તેને કાપવા. ત્રીજું: મૂછો કાપવી, માનવીએ પોતાના હોઠ ઉપર ઉગતા વાળ કાપવા, જેથી માનવીના હોઠ નજર આવી શકે. ચોથું: નખ કાપવા. પાંચમું: બગલના વાળ ઉખેડવા.

فوائد الحديث

પયગંબરોની તે સુન્નતો જે અલ્લાહને પસંદ છે અને જેના દ્વારા તે ખુશ થતો હોય છે, તે સુંદર, સપૂર્ણતા અને પાક આદેશો તરફ બોલાવે છે.

આ પાંચ વસ્તુઓ બાબતે આપવામાં આવેલ આદેશનું પાલન કરવું જોઈએ અને તેની અવજ્ઞા કરવાથી બચવું જોઈએ.

આ લાક્ષણિકતાઓમાં દીન તેમજ દુનિયાના ઘણા ફાયદા છે, જેમાંથી: સુંદરતા, સાફ શરીર, પાકી પ્રત્યે સજાગતા, કાફિરોનો વિરોધ અને અલ્લાહના આદેશની આજ્ઞા કરવી ગણાશે.

આ પાંચ ફિતરતના કાર્યો વગર હદીષમાં બીજા ઘણા કાર્યોનો ઉલ્લેખ થયો છે, જેવા કે: દાઢી રાખવી, મિસ્વાક (દાતણ) કરવું, વગેરે.

التصنيفات

પ્રાકૃતિક સુન્નતો