إعدادات العرض
જ્યારે તમારા માંથી કોઈ વ્યક્તિ એવું સપનું જુએ, જે તેને સારું લાગે, તો તે અલ્લાહ તરફથી છે, તો તે તેના પર અલ્લાહના…
જ્યારે તમારા માંથી કોઈ વ્યક્તિ એવું સપનું જુએ, જે તેને સારું લાગે, તો તે અલ્લાહ તરફથી છે, તો તે તેના પર અલ્લાહના વખાણ કરે, અને તેના વિષે અન્ય સાથે ચર્ચા કરી શકે છે, અને જો તે એવું સપનું જુએ, જે તેને નાપસંદ હોય, તો તે શૈતાન તરફથી છે, બસ તેની બુરાઈથી અલ્લાહ પાસે પનાહ માંગે, અને તેના વિષે કોઇની સાથે પણ ચર્ચા ન કરે, કારણકે તેનાંથી તેને કોઈ નુકસાન નહીં થાય
અબૂ સઇદ ખુદરી રઝી અલ્લાહુ અન્હુ રિવાયત છે, તેમણે અલ્લાહના પયગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમને કહેતા સાંભળ્યા: «જ્યારે તમારા માંથી કોઈ વ્યક્તિ એવું સપનું જુએ, જે તેને સારું લાગે, તો તે અલ્લાહ તરફથી છે, તો તે તેના પર અલ્લાહના વખાણ કરે, અને તેના વિષે અન્ય સાથે ચર્ચા કરી શકે છે, અને જો તે એવું સપનું જુએ, જે તેને નાપસંદ હોય, તો તે શૈતાન તરફથી છે, બસ તેની બુરાઈથી અલ્લાહ પાસે પનાહ માંગે, અને તેના વિષે કોઇની સાથે પણ ચર્ચા ન કરે, કારણકે તેનાંથી તેને કોઈ નુકસાન નહીં થાય».
الترجمة
العربية বাংলা Bosanski English Español فارسی Bahasa Indonesia Türkçe اردو 中文 हिन्दी Tagalog Français ئۇيغۇرچە Hausa Kurdî Kiswahili Português සිංහල Русский Nederlands Tiếng Việt অসমীয়া አማርኛ پښتو ไทย नेपाली മലയാളം Oromooالشرح
આ હદીષમાં નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ જણાવ્યું કે ઊંઘમાં સારું અને ખુશ કરી દે, એવું સપનું આવે તો તે અલ્લાહ તરફથી હોય છે, તેના વિશે અલ્લાહએ માર્ગદર્શન આપ્યું છે, બસ તેના પર અલ્લાહના વખાણ કરો અને અન્યને પણ તેના વિષે જણાવી શકો છો, અને જ્યારે કોઈ વ્યક્તિ નાપસંદ અને દુ:ખદાયી સપનું જુએ તો તે શૈતાન તરફથી છે; બસ તેની બુરાઈથી અલ્લાહ પાસે પનાહ, માંગે, અને કોઇની સમક્ષ તેના વિશે ચર્ચા ન કરે, તેનાથી તેને કોઈ નુકસાન નહીં પહોંચે, જેમકે જે વસ્તુ તેનાથી બચવા માટે અલ્લાહએ વર્ણન કરી છે, તે સપનાના પરિણામે થતાં નુકસાનથી બચવા માટે મદદરૂપ થશે.فوائد الحديث
સપનાના પ્રકાર: ૧- સારું સપનું: તે અલ્લાહ તરફથી સત્ય અને ખુશખબરી હોય છે, જે તે જુએ છે, અથવા તેને દેખાડવામાં આવે છે, ૨- મનની વાતો, તે વાતો જે માનવી જાગતી વખતે પોતાની સાથે કરે છે, ૩- ખરાબ સપનું, જે શૈતાન તરફથી દુ:ખ અને ભય પેદા કરાવવા માટે હોય છે, જેથી ઈબ્ને આદમ તેનાથી ઉદાસ અને ભયભીત થાય.
સારા સપના વિષે જે કઈ પણ વર્ણન કરવામાં આવ્યું તેનો સાક્ષિપ્ત અર્થ ત્રણ વસ્તુઓ દ્વારા છે, ૧- તેના પર અલ્લાહના વખાણ કરવા, ૨- તેના પર ખુશ થવું, ૩- અને તેના વિષે જે મોહબ્બત કરતાં હોય તેમને જણાવવું અને જેઓ નફરત કરતાં હોય તેમને ન જણાવવું.
ખરાબ સપના બાબતે જે કઈ પણ વર્ણન કરવામાં આવ્યું તેનો સંક્ષિપ્ત અર્થ પાંચ વસ્તુઓ દ્વારા છે, ૧- તેની બુરાઈથી અલ્લાહ પાસે પનાહ માંગવી, ૨- જ્યારે તે ઊભો થાય, તો તે પોતાની ડાબી બાજુ ત્રણ વખત થૂંકે, ૩- તેના વિષે કોઈની સાથે ચર્ચા ન કરે, ૪- અને જો બીજીવાર સૂઈ જવાનો ઇરાદો હોય, તો પડખું ફેરવીને સૂઈ જવું, ૫- તેનાથી તેને કોઈ નુકસાન નહીં થાય.
સારા સપનાને જે વ્યક્તિ નફરત કરતો હોય તેને ન જણાવવાની હિકમત વર્ણન કરતા ઇમામ ઈબ્ને હજર રહિમહુલ્લાહએ કહ્યું: તે વધારે નફરત કરવા લાગશે અથવા દ્વેષ રાખશે, અથવા તે તેમાં સપડાઈ શકે છે, અથવા તે દુ:ખી થઈ જશે, તેથી જે લોકો નફરત કરતાં હોય તેમની સમક્ષ પોતાનું સારું સપનું વર્ણન ન કરવું જોઈએ.
નેઅમતો મળવા અને બરકતો પ્રાપ્ત થવા પર અલ્લાહના વખાણ કરવામાં આવે, જેથી તે કાયમ રહે.
التصنيفات
સપનાના આદાબ