મેં નબી ﷺ પાસેથી અલ્લાહ સિવાય કોઈ ઇલાહ નથી અને મુહમ્મદ ﷺ અલ્લાહના રસૂલ છે, નમાઝ કાયમ કરવા પર, ઝકાત આપવા પર, અનુસરણ…

મેં નબી ﷺ પાસેથી અલ્લાહ સિવાય કોઈ ઇલાહ નથી અને મુહમ્મદ ﷺ અલ્લાહના રસૂલ છે, નમાઝ કાયમ કરવા પર, ઝકાત આપવા પર, અનુસરણ કરવા પર અને દરેક મુસલમાન માટે ભલું ઇચ્છવા પર બૈઅત કરી

જાબિર બિન અબ્દુલ્લાહ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે તેઓ કહે છે: મેં નબી ﷺ પાસેથી અલ્લાહ સિવાય કોઈ ઇલાહ નથી અને મુહમ્મદ ﷺ અલ્લાહના રસૂલ છે, નમાઝ કાયમ કરવા પર, ઝકાત આપવા પર, અનુસરણ કરવા પર અને દરેક મુસલમાન માટે ભલું ઇચ્છવા પર બૈઅત કરી.

[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)] [મુત્તફકુન્ અલયહિ]

الشرح

આ હદીષમાં સહાબી જરીર બિન અબ્દુલ્લાહ રઝી અલ્લાહુ અન્હુ જણાવી રહ્યા છે કે તેઓએ નબી ﷺ સાથે તૌહીદ, એક દિવસ અને રાતમાં પાંચ વખતની ફર્ઝ નમાઝ પઢવાનો, તેની શરતો, તેના અરકાન, તેની અનિવાર્ય વસ્તુ અને સુન્નતોની પાબંદી સાથે, ફર્ઝ ઝકાત આપવાનો, અર્થાત તે માલ દ્વારા કરવામાં આવતી અનિવાર્ય ઈબાદત, જે માલદારોથી લઈ હકદાર ગરીબોમાં વહેંચી દેવાય છે, તેમજ હોદ્દેદારોની વાત માનવા અને દરેક મુસલમાન માટે ભલું ઇચ્છવાનું વચન આપ્યું, અને એ કે તેમને ફાયદા પહોંચાડે છે, અને તેની તરફ ભલાઈને ખેંચી લાવે છે, અને તેનાથી વાત તેમજ તેના કાર્યો દ્વારા નુકસાનને દૂર કરે છે.

فوائد الحديث

નમાઝ અને ઝકાતની મહત્ત્વતા કે તે બન્ને ઇસ્લામના અરકાન માંથી છે.

મુસલમાન વચ્ચે ભલાઈ પહોંચાડવાની મહત્ત્વતા, અહીં સુધી કે નબી ﷺએ સહાબા પાસે વચન લીધું.

التصنيفات

નમાઝની મહ્ત્વતા