إعدادات العرض
નબી ﷺના તલ્બિયહ માટેના શબ્દો આ હતા: «લબૈક અલ્લાહુમ્મ, લબૈક, લબૈક લા શરિક લક લબૈક, ઇન્નલ્ હમ્દ વન્નિઅમત લક વલ્ મુલ્ક…
નબી ﷺના તલ્બિયહ માટેના શબ્દો આ હતા: «લબૈક અલ્લાહુમ્મ, લબૈક, લબૈક લા શરિક લક લબૈક, ઇન્નલ્ હમ્દ વન્નિઅમત લક વલ્ મુલ્ક લા શરીક લક
અબ્દુલ્લાહ બિન ઉમર રઝી અલ્લાહુ અન્હુમા રિવાયત કરે છે: નબી ﷺના તલ્બિયહ માટેના શબ્દો આ હતા: «લબૈક અલ્લાહુમ્મ, લબૈક, લબૈક લા શરિક લક લબૈક, ઇન્નલ્ હમ્દ વન્નિઅમત લક વલ્ મુલ્ક લા શરીક લક» હાજર છું હે અલ્લાહ હું હાજર છું, તારો કોઈ ભાગીદાર નથી હું હાજર છું, નિઃશંક પ્રશંસા, નેઅમતો ફક્ત તારી જ છે, સામ્રાજ્ય તારું જ છે, તારો કોઈ ભાગીદાર નથી, અબ્દુલ્લાહ બિન ઉમર રઝી અલ્લાહુ અન્હુમા તેમાં આ શબ્દોનો વધારો કરતા હતા: લબૈક લબૈક, વ સઅદયક, વલ્ ખયર બિયદયક, લબૈક વર્ રગબાઉ ઇલ્યક વલ્ અમલુ, અર્થાત્ હું હાજર છું, હું તારી સામે હાજર છું, મારું તારી પાસે આવવું મારી ઉપલબ્ધિ છે, દરેક ભલાઈ તારા હાથમાં છે, રગબત તારી પાસે છે અને દરેક અમલ તારા માટે જ છે.
الترجمة
العربية বাংলা Bosanski English Español فارسی Français Bahasa Indonesia Tagalog Türkçe اردو 中文 हिन्दी ئۇيغۇرچە Hausa Português Kurdî සිංහල Русский Kiswahili Tiếng Việt অসমীয়া Nederlands አማርኛ മലയാളം ไทย Românăالشرح
સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ જ્યારે પણ હજ કરવાનો અથવા ઉમરહ કરવાનો ઈરાદો કરતા આપ ﷺના તલ્બિયહ માટે શબ્દો આ હતા: (લબૈક અલ્લાહુમ્મ લબૈક) અલ્લાહ તઆલાએ પોતાના ઘરમાં હજ માટે જે અવાજ આપ્યો તેનો જવાબ છે વારંવાર અલ્લાહને આપણે કહી રહ્યા છે કે અલ્લાહ હું હાજર છું, ઇખલાસ અને તેની તરફ ધ્યાન કેન્દ્રિત કરવાનો સ્ત્રોત છે, (લબૈક લા શરીક લક લબૈક) તું જ ફક્ત ઈબાદતને લાયક છે, તારી રુબૂબિય્યત (પાલનહારી)માં, તારી ઉલૂહિય્યત (એકાગ્રતામાં) અને અસ્માએ શિફાત 9 પવિત્ર નામો અને ગુણો)માં કોઈ ભાગીદાર નથી, (નિઃશંક પ્રશંસા) આભાર અને વખાણ, (નેઅમત) ફક્ત તું જ તેનો માલિક છે અને તું જ આપનાર છે, તું પોતાની ઈચ્છા પ્રમાણે આપે છે (સામ્રાજ્ય) તારું જ છે (લા શરીક લક) દરેક બાબતમાં તું એકલો જ છે. ઈબ્ને ઉમર રઝી અલ્લાહુ અન્હુમા આ શબ્દોનો વધારો કરતા હતા: (લબૈક લબૈક વ સઅદયક) મને એક પછી એક ખુશી નસીબ કર, (વલ્ ખૈરુ બિયદયક) દરેક ભલાઈ તારા કૃપા અને ફઝલથી, (લબૈક વરગબાઉ ઇલૈક) દરખાસ્ત અને પ્રાપ્તિની આશા તે ઝાતથી, જેના હાથમાં સંપૂર્ણ ભલાઈ છે, (વલ્ અમલ) ફક્ત તારા માટે જ; કારણકે તું જ ઈબાદતને લાયક છે.فوائد الحديث
હજ અને ઉમરહમાં તલ્બિયહ પઢવું શરીઅતનો આદેશ છે, અને તેના માટે તાકીદ કરવામાં આવી છે; કારણકે તે ખાસ નિશાની છે, જેવું કે નમાઝમાં તકબીર એક નિશાની છે.
ઈમામ ઈબ્ને મુનીર રહિમહુલ્લાહએ કહ્યું: તલ્બિયહનો આદેશ અલ્લાહ આપેલ તે ઉપલબ્ધિને જાહેર કરે છે, જે અલ્લાહએ પોતાના બંદાને આપી છે, તેના ઘરમાં આવવું ફક્ત તેની કૃપા દ્વારા જ હોય છે.
તલ્બિયહના શબ્દો આપ ﷺનું અનુસરણ કરતા પઢવા બેહતર છે, તેમાં વધારો કરવામાં કોઈ વાંધો નથી, આપ
ﷺએ માન્ય ગણવાના કારણે, ઈમામ ઈબ્ને હજર રહિમહુલ્લાહએ કહ્યું: આ સૌથી ન્યાયી રીત છે, મરફુઅ (સીધો આપ ﷺ દ્વારા આવતો આદેશ) ને અપનાવવું જોઈએ, હા જો કોઈ મવકૂફ અસર આવી જાય અથવા પોતાના વડે કંઈક વધારો કરવાની ઈચ્છા હોય તો મરફુઅ રિવાયત વિરુદ્ધ ન હોવું જોઈએ, તશહહુદની દુઆ જેવું છે, જેમાં આપ ﷺએ કહ્યું કે શહહુદની દુઆ પઢયા પછી જે કંઈ દુઆ પઢવી હોય પઢી શકો છો.
તલ્બિયહ કરતી વખતે થોડો અવાજ બુલંદ કરવામાં આવે, આ પુરુષો માટે છે, સ્ત્રીઓએ ફિતનાના કારણે ધીમા અવાજે પઢવું જોઈએ.
التصنيفات
એહરામ માટે આદેશ