إعدادات العرض
પહેલાના પયગંબરોની જે વાત મળી, તેમાં આ વાત પણ છે કે જો હયા જ ન હોય, તો પછી જે મનમાં આવે તે કરો
પહેલાના પયગંબરોની જે વાત મળી, તેમાં આ વાત પણ છે કે જો હયા જ ન હોય, તો પછી જે મનમાં આવે તે કરો
અબુ મસ્ઊદ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેઓએ કહ્યું: નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «પહેલાના પયગંબરોની જે વાત મળી, તેમાં આ વાત પણ છે કે જો હયા જ ન હોય, તો પછી જે મનમાં આવે તે કરો».
الترجمة
العربية বাংলা Bosanski English Español فارسی Français Bahasa Indonesia Tagalog Türkçe اردو 中文 हिन्दी Hausa Kurdî Português සිංහල Русский Nederlands অসমীয়া Tiếng Việt Kiswahili پښتو አማርኛ Oromoo ไทย Română മലയാളം Malagasy नेपाली Deutsch Кыргызча తెలుగు ქართულიالشرح
આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ જણાવી રહ્યા છે કે આગળ પસાર થઈ ગયેલ પયગંબરોએ જે વાતોનો આદેશ આપ્યો એમાં એક વાત એ પણ હતી કે લોકો બરાબર એ વાત નકલ કરતા ગયા અને આવનારી કોમ માટે વારસાગત રૂપે આ વાત પહોંચાડતા રહ્યા, અહીં સુધી કે આ કોમની શરૂઆતમાં જ આ વાતનો આદેશ આવી ગયો કે તમે જોવો તમે શું કરવા ઈચ્છો છો, જો તમારામાં હયા નામની વસ્તુ જ ન હોય તો પછી જે મનમાં આવે તે કરો, અને જો તમારામાં હયા હોય તો રુકી જાઓ, અર્થાત્ ખરાબ કામોથી પોતાને રોકી રાખવું હયા ગણવામાં આવશે, જો હયા જ ન હોય તો પછી દરેક અશ્લીલ અને ખરાબ કામમાં સપડાઈ જશો.فوائد الحديث
સારા અખલાકનું મૂળ હયા છે.
હયા પયગંબરોના ગુણો માંથી એક ગુણ છે, અને તેમણે આપેલ આદેશો માંથી એક આદેશ છે.
હયા એક એવી વસ્તુ છે, જે એક મુસલમાનને સારા અને સુંદર કામ કરવા પર ઉભારે છે અને ખરાબ કૃત્યો અને ટેવથી બચાવે છે.
ઈમામ નવવી રહિમહુલ્લાહએ કહ્યું: કાર્યો માટે આદેશ મૂળ ઇબાહત એટલે કે હલાલનો છે, અર્થાત્, જયારે તમે કોઈ કાર્ય કરવાનો ઈરાદો કરો, અને તમને અલ્લાહ તરફથી અને લોકો તરફથી શરમ ન આવે, તો તે કામ કરી લો, અને જો તે કામ પર શરમ આવે તો ન કરશો, અને આ ઇસ્લામની મૂળ વાત છે, તેનો અર્થ એ થયો કે વાજીબ અને મન્દુબ કામ છોડવા પર શરમ આવવી જોઈએ અને હરામ તેમજ મકરુહ કામ કરવા પર શરમ આવી જોઈએ, જ્યાં સુધી જાઈઝ દરજ્જાનો આદેશ છે તો તે કરવા પર અને છોડવા પર પણ શરમ કરવી જોઈએ, આ પ્રમાણે હદીષમાં પાંચ આદેશોનો સમાવેશ થાય છે, કહેવામાં આવે છે કે આ વાક્યમાં ચેતવણી આપવામાં આવી છે, જો તમારામાં હયા ન હોય, તો જે મનમાં આવે તે કરો, અલ્લાહ જરૂર બદલો લેશે, અથવા એક ખબર આપવાવાળું વાક્ય છે કે તમારામાં હયા નથી હવે જે ઈચ્છા હોય તે કરો.
التصنيفات
પ્રસંશનીય અખલાક