દરેક માદક પદાર્થ શરાબ છે અને દરેક માદક પદાર્થ હરામ છે, જે વ્યક્તિએ દુનિયામાં શરાબ પીધી અને તૌબા કર્યા વગર મૃત્યુ…

દરેક માદક પદાર્થ શરાબ છે અને દરેક માદક પદાર્થ હરામ છે, જે વ્યક્તિએ દુનિયામાં શરાબ પીધી અને તૌબા કર્યા વગર મૃત્યુ પામશે તો તે આખિરતમાં તેનાથી વંચિત રહી જશે

ઈબ્ને ઉમર રઝી અલ્લાહુ અન્હુમા (અલ્લાહ તે બંનેથી રાજી થાય) રિવાયત કરે છે, તેઓએ કહ્યું: નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ (તેમના પર દરૂદ અને સલામતી થાય) એ કહ્યું: «દરેક માદક પદાર્થ શરાબ છે અને દરેક માદક પદાર્થ હરામ છે, જે વ્યક્તિએ દુનિયામાં શરાબ પીધી અને તૌબા કર્યા વગર મૃત્યુ પામશે તો તે આખિરતમાં તેનાથી વંચિત રહી જશે».

[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)]

الشرح

આ હદીષમાં નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ (તેમના પર દરૂદ અને સલામતી થાય) એ જણાવ્યું કે તે દરેક વસ્તુ જેનાથી બુદ્ધિ મંદ પડી જાય અને જતી રહે તેને માદક પદાર્થ ગણવામાં આવશે, ભલેને તે પીવામાં હોય, ખાવામાં અથવા સૂંઘવામાં આવે વગેરે જેવી દરેક વસ્તુ શરાબ (દારૂ) છે, અને ખરેખર જેનાથી બુદ્ધિ મંદ પડી જાય અને જેનાથી દિમાગમાં નશો ઉત્પન થઈ તેના ખરાબ કરી દેનારી દરેક વસ્તુને ઉચ્ચ અને સર્વશક્તિમાન અલ્લાહએ હરામ કરી છે, અને તેનાથી રોક્યા છે, ભલેને તે થોડીક માતરમ હોય કે વધારે. અને તે દરેક વ્યક્તિ જે માદક પદાર્થનો ઉપયોગ કરતો રહે અર્થાત્ શરાબ (દારૂ) પીતો રહે અને મૃત્યુ પહેલા તેનાથી તૌબા ન કરે તો તે અલ્લાહની સજાનો હકદાર બનશે તે એ રીતે કે અલ્લાહ તેને જન્નતમાં શરાબથી વંચિત રાખશે.

فوائد الحديث

શરાબ એટલા માટે હરામ કરવામાં આવી છે કે તે બુદ્ધિને નષ્ટ કરી દે છે, અને દરેક પ્રકારના માદક પદાર્થ હરામ છે.

અલ્લાહ તઆલાએ શરાબ એટલા માટે હરામ કરી કે તેમાં ઘણા નુકસાન અને બુરાઈઓ છે.

જન્નતમાં શરાબ પીવું એ સંપૂર્ણ આનંદ અને ભવ્ય નેઅમત નિશાની છે.

જે વ્યક્તિ દુનિયામાં હરામ કરેલ શરાબ પીવાથી પોતાને બચાવી ન શક્યો, તો અલ્લાહ તઆલા તેને જન્નતમાં જે પાક અને પવિત્ર શરાબ છે, તેનાથી વંચિત કરી દેશે, બદલો અમલ પ્રમાણે જ આપવામાં આવે છે.

મૃત્યુ પહેલા કબીરહ ગુનાહથી તૌબા કરવા પર પ્રોત્સાહન આપવામાં આવ્યું છે.

التصنيفات

પ્રતિબંધિત પીણાં