કયામતના દિવસે સૌથી સખત અઝાબ તે લોકોને થશે, જેઓ સર્જન કરવામાં અને બનાવવામાં અલ્લાહની સરખામણી કરે છે

કયામતના દિવસે સૌથી સખત અઝાબ તે લોકોને થશે, જેઓ સર્જન કરવામાં અને બનાવવામાં અલ્લાહની સરખામણી કરે છે

ઉમ્મુલ્ મુઅમિનીન આયશા રઝી અલ્લાહુ અન્હા રિવાયત કરે છે, તેઓએ કહ્યું: એક વખત નબી ﷺ મારી પાસે આવ્યા, અને તે સમયે અજાણતામાં મેં ઘરમાં એક પડદો લટકાવ્યો હતો જેમાં ચિત્રો હતા, નબી ﷺ તે પરદો જોઈ સખત ગુસ્સે થયા અને તેમના ચહેરાનો રંગ પણ બદલાઈ ગયો, અને કહ્યું: «હે આયશા ! કયામતના દિવસે સૌથી સખત અઝાબ તે લોકોને થશે, જેઓ સર્જન કરવામાં અને બનાવવામાં અલ્લાહની સરખામણી કરે છે» આયશ રઝી અલ્લાહુ અન્હાએ કહ્યું: «અમે તે પડદાને કાપી નાખ્યો અને તેમાંથી એક અથવા બે ઓશીકા બનાવ્યા».

[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)] [મુત્તફકુન્ અલયહિ]

الشرح

નબી ﷺ આયશા રઝી અલ્લાહુ અન્હા પાસે આવ્યા, તો જોયું કે તેઓએ નાની અલમારી પર એક પડદો લટકાવેલો છે, જેમાં જીવિત સર્જનના ચિત્રો છે, તો નબી ﷺ સખત ગુસ્સે થયા અને તેમના ચહેરાનો રંગ પણ બદલાઈ ગયો, અને કહ્યું: કયામતના દિવસે સૌથી સખત અઝાબ તે લોકોને થશે જેઓ અલ્લાહએ પેદા કરેલી જીવિત વસ્તુઓની સરખામણી કરે છે. આયશ રઝી અલ્લાહુ અન્હા એ કહ્યું: તો અમે તેના એક અથવા બે ઓશીકા બનાવી દીધા.

فوائد الحديث

બુરાઈને જોઈ તરત જ તેને રોકવામાં આવે અને તેમાં કોઈ પણ પ્રકારનો વિલંભ કરવામાં ન આવે, જેથી તેનું નુકસાન વધી ન જાય.

કયામતના દિવસે અઝાબ ગુનાહની તીવ્રતા પ્રમાણે હશે.

જીવિત લોકોના ચિત્રો બનાવવા કબીરહ (મોટો) ગુનોહ ગણવામાં આવે છે.

ચિત્રો બનાવવા હરામ છે, તેની હિકમત એ છે કે તેના દ્વારા અલ્લાહના સર્જન સાથે સરખામણી કરવામાં આવે છે, ભલેને ચિત્ર બનાવનારનો હેતુ સરખામણી કરવાનો હોય કે ન હોય.

શરીઅત હરામ કરેલી વસ્તુથી બચવા, અને તેનો યોગ્ય રીતે ઉપયોગ કરી માલની સુરક્ષા કરવા પ્રત્યે જોર આપે છે.

જીવિત લોકોના ચિત્રો સંપૂર્ણ રીતે બનાવવા હરામ છે, ભલેને તેનો ધંધો પણ કેમ ન હોય.

التصنيفات

તૌહીદે રુબુબિયત