કહો: "લા ઇલાહ ઇલ્લલ્લાહુ વહદહુ, લા શરીલ લહુ, અલ્લાહુ અકબર કબીરા, વલ્ હમ્દુ લિલ્લાહિ કષીરા, સુબ્હાનલ્લાહિ રબ્બિલ્…

કહો: "લા ઇલાહ ઇલ્લલ્લાહુ વહદહુ, લા શરીલ લહુ, અલ્લાહુ અકબર કબીરા, વલ્ હમ્દુ લિલ્લાહિ કષીરા, સુબ્હાનલ્લાહિ રબ્બિલ્ આલમીન, લા હવલા વલા કુવ્વત ઇલ્લા બિલ્લાહિલ્ અઝીઝિલ્ હકીમ" (અલ્લાહ સિવાય કોઈ ઈબાદત ને લાયક નથી, તે એકલો છે, તેનો કોઈ ભાગીદાર નથી,અલ્લાહ સૌથી મોટો છે, ખૂબ જ મોટો છે, અને દરેક પ્રકારના વખાણ ફક્ત અલ્લાહ માટે છે, ખૂબ જ વધારે, પવિત્ર અલ્લાહ જે સંપૂર્ણ દુનિયાનો પાલનહાર છે, કોઈ નેકી કરવાની શક્તિ મારામાં નથી પરંતુ એ કે અલ્લાહ ઈચ્છે અને કોઈ ગુનાહથી બચવાની શક્તિ મારામાં નથી પરંતુ એ કે અલ્લાહ ઈચ્છે. જે પ્રભુત્વશાળી અને હિકમત વાળો છે)

સઅદ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેઓએ કહ્યું: એક ગામડિયો નબી ﷺ પાસે આવ્યો, અને તેણે કહ્યું: મને એવા શબ્દો શીખવાડો જે હું હંમેશા પઢતો રહું, તો નબી ﷺ એ કહ્યું: «કહો: "લા ઇલાહ ઇલ્લલ્લાહુ વહદહુ, લા શરીલ લહુ, અલ્લાહુ અકબર કબીરા, વલ્ હમ્દુ લિલ્લાહિ કષીરા, સુબ્હાનલ્લાહિ રબ્બિલ્ આલમીન, લા હવલા વલા કુવ્વત ઇલ્લા બિલ્લાહિલ્ અઝીઝિલ્ હકીમ" (અલ્લાહ સિવાય કોઈ ઈબાદત ને લાયક નથી, તે એકલો છે, તેનો કોઈ ભાગીદાર નથી,અલ્લાહ સૌથી મોટો છે, ખૂબ જ મોટો છે, અને દરેક પ્રકારના વખાણ ફક્ત અલ્લાહ માટે છે, ખૂબ જ વધારે, પવિત્ર અલ્લાહ જે સંપૂર્ણ દુનિયાનો પાલનહાર છે, કોઈ નેકી કરવાની શક્તિ મારામાં નથી પરંતુ એ કે અલ્લાહ ઈચ્છે અને કોઈ ગુનાહથી બચવાની શક્તિ મારામાં નથી પરંતુ એ કે અલ્લાહ ઈચ્છે. જે પ્રભુત્વશાળી અને હિકમત વાળો છે)» તે વ્યક્તિએ કહ્યું: આ દરેક શબ્દોનો સંબંધ તો મારા પાલનહાર સાથે છે, મારા માટે શું છે? તો નબી ﷺ એ કહ્યું: «કહો: "«"અલ્લાહુમ્મગ્ ફિર્લી વર્હમની, વહ્દિની, વર્ઝુક્ની" (હે અલ્લાહ ! તું મને માફ કરી દે, મારા પર રહમ કર, મને હિદાયત આપ, અને મને રોજી આપ)».

[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)] [આ હદીષને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ રિવાયત કરી છે]

الشرح

ગામડે રહેતા એક વ્યક્તિએ નબી ﷺ ને સવાલ કર્યો કે તેને એવી દુઆ શીખવાડે, જે તે પઢતો રહે, તો નબી ﷺ એ તેને કહ્યું: કહો: "લા ઇલાહ ઇલ્લલ્લાહુ વહદહુ, લા શરીલ લહુ" (અલ્લાહ સિવાય કોઈ ઈબાદતને લાયક નથી, તે એકલો છે, તેનો કોઈ ભાગીદાર નથી, નબી ﷺ એ તૌહિદની ગવાહી આપતા શરૂઆત કરી, જેનો અર્થ થાય છે કે અલ્લાહ સિવાય કોઈ સાચો ઇલાહ નથી, "અલ્લાહુ અકબર કબીરા" (અલ્લાહ સૌથી મોટો છે, ખૂબ જ મોટો છે) અર્થાત્: અલ્લાહ સૌથી મોટો છે અને દરેક વસ્તુથી મહાન છે, "વલ્ હમ્દુ લિલ્લાહિ કષીરા" (અને દરેક પ્રકારના વખાણ ફક્ત અલ્લાહ માટે છે, ખૂબ જ વધારે) અર્થાત્: અલ્લાહના દરેક ગુણો અને કાર્યો અને તેણે આપેલ દરેક અગણિત નેઅમતો (ભેટો) પર સૌથી વધારે વખાણ કરવા, "સુબ્હાનલ્લાહિ રબ્બિલ્ આલમીન" (પવિત્ર અલ્લાહ જે સંપૂર્ણ દુનિયાનો પાલનહાર છે) અર્થાત્: અલ્લાહ દરેક પ્રકારની ખામીથી સંપૂર્ણ રીતે પવિત્ર અને પાક છે, "લા હવલા વલા કુવ્વત ઇલ્લા બિલ્લાહિલ્ અઝીઝિલ્ હકીમ" (કોઈ નેકી કરવાની શક્તિ મારામાં નથી પરંતુ એ કે અલ્લાહ ઈચ્છે અને કોઈ ગુનાહથી બચવાની શક્તિ મારામાં નથી પરંતુ એ કે અલ્લાહ ઈચ્છે. જે પ્રભુત્વશાળી અને હિકમત વાળો છે) અર્થાત્: અલ્લાહની મદદ અને તેની તૌફીક વગર તમે ક્યારેય એક સ્થિતિથી બીજી સ્થિતિ તરફ જઈ જઈ શકતા નથી, તે વ્યક્તિએ કહ્યું: આ શબ્દો અને દુઆ તો અલ્લાહનું સ્મરણ કરવા અને તેની મહાનતા વર્ણન કરવા માટે છે, તો મારા માટે ખાસ દુઆ શું છે? તો નબી ﷺ એ તેને કહ્યું: કહો: "અલ્લાહુમ્મગ્ ફિર્લી" (હે અલ્લાહ ! તું મને માફ કરી દે) અર્થાત્: બુરાઈઓને ખત્મ કરી, તેને ઢાંકી દે, "વર્હમની" (મારા પર રહમ કર) અર્થાત્: મને દીની અને દુનિયાના ફાયદા પહોંચાડ, "વહ્દિની" (મને હિદાયત આપ) અર્થાત્: શ્રેષ્ઠ સંજોગ અને સીધા માર્ગ તરફ (માર્ગદર્શન આપ), "વર્ઝુક્ની" (અને મને રોજી આપ) અર્થાત્: હલાલ માલ, તંદુરસ્તી, અને દરેક પ્રકારની ભલાઈઓ (આપ).

فوائد الحديث

આ હદીષમાં તહલીલ (લા ઇલાહ ઇલ્લલ્લાહુ, વહદહુ, લા શરીક લહુ), તકબીર (અલ્લાહુ અકબર) તહ્મીદ (અલ્ હુમ્દુ લિલ્લાહ) તસ્બીહ (સુબ્હાનલ્લાહ) કહેવાની મહત્ત્વતા જાણવા મળે છે.

દુઆ પહેલા અલ્લાહનું નામ લેવું અને તેના વખાણ કરવા જાઈઝ છે.

માનવી માટે પોતાના માટે શ્રેષ્ઠ અને નબી ﷺ દ્વારા સાબિત સંપૂર્ણ દુઆઓ વડે દુઆ કરવી જાઈઝ છે, જેમાં દુનિયા અને આખિરતની ભલાઈ હોય, અને તેના માટે કોઈ પણ (યોગ્ય) દુઆ કરવી જાઈઝ છે.

બંદા માટે જરૂરી છે કે તે તે વસ્તુઓ શીખવા પ્રત્યે ઉત્સાહ ધરાવે જે તેને દુનિયા અને આખિરતમાં ફાયદો પહોંચાડે.

આ હદીષમાં માફી, કૃપા, અને રોજી માંગવા પર ઉભાર્યા છે, જે સમગ્ર ભલાઈઓનું સંયોજન છે.

આ હદીષમાં નબી ﷺ ની કૃપા જાણવા મળે છે કે તેઓ પોતાની કોમને ફાયદાકારક વસ્તુઓ શીખવાડવા માટે હંમેશા ઉત્સાહિત રહેતા હતા.

માફી પછી કૃપાનું વર્ણન સંપૂર્ણ પવિત્રતા માટે કરવામાં આવ્યું, કારણકે માફી ગુનાહોને ખત્મ કરી, તેને ઢાંકી દે છે, અને જહન્નમથી દૂર કરી દે છે, અને કૃપા ભલાઈઓ પ્રાપ્ત કરવા અને જન્નતમાં દાખલ થવા માટે છે, અને આ જ સંપૂર્ણ અને મોટી સફળતા છે.

التصنيفات

ઝિકર માટે આપ ﷺનો તરીકો, પ્રખ્યાત દુઆઓ