અલ્લાહની નજીક બીજા દિવસો કરતા આ દિવસોમાં કરવામાં આવેલ નેક અમલ વધુ શ્રેષ્ઠ છે, અર્થાત્ ઝિલ્ હિજ્જહના દસ દિવસ

અલ્લાહની નજીક બીજા દિવસો કરતા આ દિવસોમાં કરવામાં આવેલ નેક અમલ વધુ શ્રેષ્ઠ છે, અર્થાત્ ઝિલ્ હિજ્જહના દસ દિવસ

અબ્દુલ્લાહ ઈબ્ને અબ્બાસ રઝી અલ્લાહુ અન્હુમા કહે છે કે નબી ﷺ એ કહ્યું: «અલ્લાહની નજીક બીજા દિવસો કરતા આ દિવસોમાં કરવામાં આવેલ નેક અમલ વધુ શ્રેષ્ઠ છે, અર્થાત્ ઝિલ્ હિજ્જહના દસ દિવસ, સહાબાઓએ પૂછ્યું: હે અલ્લાહના રસૂલ ! શું અલ્લાહના માર્ગમાં જિહાદ કરવું પણ નહીં? નબી ﷺ એ કહ્યું: અલ્લાહના માર્ગમાં જિહાદ કરવું પણ નહીં, પરંતુ તે જિહાદ કરનાર, જે પોતાનો માલ અને જાન બંને સાથે અલ્લાહના માર્ગમાં નીકળ્યો અને પછી તે કંઈ પણ લીધા વગર પાછો ન આવે».

[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)] [આ હદીષને ઈમામ બુખારી રહિમહુલ્લાહ અને ઈમામ અબૂ દાવૂદ રહિમહુલ્લાહએ રિવાયત કરી છે, અને તેમના શબ્દો છે]

الشرح

નબી ﷺ એ જણાવ્યું કે ઝિલ્ હિજ્જહ મહિનાની શરૂઆતના દસ દિવસોમાં કરવામાં આવેલ નેક અમલ અલ્લાહની નજીક બીજા અન્ય દિવસોમાં કરવામાં આવતા નેક અમલ કરતા વધુ શ્રેષ્ઠ છે. સહાબાઓએ નબી ﷺ ને સવાલ કર્યો કે અન્ય દિવસોમાં કરવામાં આવતા જિહાદ કરતાં પણ વધારે શ્રેષ્ઠ છે, ખાસ કરીને જિહાદનો ઉલ્લેખ એટલા માટે કે તે અમલ દરેક અમલ કરતાં વધારે મહત્વપૂર્ણ છે. નબી ﷺ એ જવાબ આપ્યો હા, આ દિવસોમાં કરવામાં આવેલ નેક અમલ જિહાદ જેવા મહાન અમલ કરતા પણ વધુ મહત્વપૂર્ણ છે, સિવાય તે જિહાદ કરનાર વ્યક્તિ, જે અલ્લાહના માર્ગમાં પોતાની જાન અને માલ લઈ નીકળ્યો, તો તેનો માલ પણ અલ્લાહના માર્ગમાં જતો રહ્યો અને તેની જાન પણ અલ્લાહના માર્ગમાં કુરબાન થઈ ગઈ, તે વ્યક્તિનો આ અમલ આ દસ દિવસોમાં કરવામાં આવેલ નેક અમલ કરતાં વધુ શ્રેષ્ઠ છે.

فوائد الحديث

આ દસ દિવસોમાં કરવામાં આવતા નેક અમલની મહત્ત્વતા, એક મુસલમાન માટે જરૂરી છે કે આ દિવસોનું મહત્વ જાણી, વધુમાં વધુ નકીઓના કામ કરે, અર્થાત્ સત્કાર્યો કરે, જેમકે અલ્લાહનો ઝિક્ર, કુરઆનની તિલાવત, તકબીર કહેવી, લા ઇલાહ ઇલ્ લલ્લાહ કહેવું, અલ્ હમ્દુ લિલ્લાહ કહેવું, નમાઝ પઢવી, સદકો કરવો, રોઝા રાખવા જેવા દરેક નેક અમલ કરવા જોઈએ.

التصنيفات

ઝિલ હીજજહ મહિનાના શરૂઆતના દસ દિવસ, જિહાદની મહ્ત્વતા