બે મુસલમાનો જ્યારે ભેગા થાય અને તે બન્ને હાથ મિલાવે, તો તેમના અલગ થતાં પહેલા તે બન્નેને માફ કરી દેવામાં આવે છે

બે મુસલમાનો જ્યારે ભેગા થાય અને તે બન્ને હાથ મિલાવે, તો તેમના અલગ થતાં પહેલા તે બન્નેને માફ કરી દેવામાં આવે છે

બરાઅ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેઓએ કહ્યું: નબી ﷺએ કહ્યું: «બે મુસલમાનો જ્યારે ભેગા થાય અને તે બન્ને હાથ મિલાવે, તો તેમના અલગ થતાં પહેલા તે બન્નેને માફ કરી દેવામાં આવે છે».

[સહીહ બિમજમૂઇ તુરુકહુ] [આ હદીષને ઈમામ અબૂ દાવૂદ રહિમહુલ્લાહ અને ઈમામ તિર્મિઝિ રહિમહુલ્લાહ અને ઈમામ ઈબ્ને માજહ રહિમહુલ્લાએ રિવાયત કરી છે અને ઈમામ અહમદ રહિમહુલ્લાહએ પણ રિવાયત કરી છે]

الشرح

આ હદીષમાં નબી ﷺએ જણાવ્યું કે જે બે મુસલમાનો રસ્તામાં અથવા અન્ય કોઈ જગ્યાએ ભેગા થાય અને એકબીજાને સલામ કરે, તેમજ હાથ વડે મુસાફહો કરે છે, તો તે બંનેના અલગ થતાં પહેલા તેમને માફ કરી દેવામાં આવે છે.

فوائد الحديث

મુલાકાત વખતે હાથ મેલાવવો મુસ્તહબ (યોગ્ય) છે, અને તેના પર પ્રોત્સાહિત કરવામાં આવ્યા છે.

ઈમામ માનવી રહિમહુલ્લાહએ કહ્યું: જમણા હાથને જમણા હાથ સાથે મિલાવ્યા વગર સુન્નત પ્રાપ્ત નહીં થાય, જો કોઈ કારણ ન હોય.

સલામને ફેલાવવા પર ઉભારવામાં આવ્યા છે, અને એક મુસલમાનનો બીજા મુસાલમન સાથે હાથ મિલાવવા પર મહાન સવાબ વર્ણન કરવામાં આવ્યો છે.

આ હદીષમાં અજાણ વ્યક્તિ સાથે સ્ત્રીનો હાથ મેલાવવો શામેલ નથી.

التصنيفات

નેક અમલ કરવાની મહ્ત્વતા, સલામ તેમજ પરવાનગી લેવાના આદાબ