તે હસ્તીની કસમ જેના હાથમાં મારી જાન છે, નજીક જ એવો સમય આવશે કે ઈબ્ને મરયમ (ઈસા અલૈહિસ્ સલામ) તમારા વચ્ચે ન્યાયક બની…

તે હસ્તીની કસમ જેના હાથમાં મારી જાન છે, નજીક જ એવો સમય આવશે કે ઈબ્ને મરયમ (ઈસા અલૈહિસ્ સલામ) તમારા વચ્ચે ન્યાયક બની આવશે, સલીબને તોડી નાખશે, ડુક્કરોને મારી નાખશે, અને ટેક્સ (વેરા) હટાવી દેશે, અને તે સમયે એટલો માલ હશે કે તેને કોઈ લેવા વાળું નહીં હોય

અબૂ હુરૈરહ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે કે નબી ﷺ એ કહ્યું: «તે હસ્તીની કસમ જેના હાથમાં મારી જાન છે, નજીક જ એવો સમય આવશે કે ઈબ્ને મરયમ (ઈસા અલૈહિસ્ સલામ) તમારા વચ્ચે ન્યાયક બની આવશે, સલીબને તોડી નાખશે, ડુક્કરોને મારી નાખશે, અને ટેક્સ (વેરા) હટાવી દેશે, અને તે સમયે એટલો માલ હશે કે તેને કોઈ લેવા વાળું નહીં હોય».

[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)] [મુત્તફકુન્ અલયહિ]

الشرح

આ હદીષમાં નબી ﷺ કસમ ખાઈને જણાવી રહ્યા છે કે કયામતની નજીક ઈસા અલૈહિસ્ સલામ ઉતરશે અને લોકો વચ્ચે મોહમ્મદ ﷺ ની શરીઅત પ્રમાણે ન્યાય કરશે, અને તેઓ તે સલીબને તોડી નાખશે જે નસ્રાની લોકોએ છુપાવી રાખી છે, અને ઈસા અલૈહિસ્ સલામ ડુક્કરોને મારી નાખશે, અને ઈસા અલૈહિસ્ સલામ વેરાને હટાવી દેશે, જેથી દરેક લોકો ઇસ્લામ અપનાવી લેશે. છેલ્લા સમયે અલ્લાહ તરફથી બરકતો અને ખૂબ જ ભલાઈઓ ઉતારવાના કારણે માલ પુષ્કળ પ્રમાણમાં હશે, જેને કોઈ પણ સ્વીકારશે નહીં; કારણકે દરેક લોકો પાસે ખૂબ જ માલ હશે.

فوائد الحديث

છેલ્લા સમયે ઈસા અલૈહિસ્ સલામ ઉતરશે, અને તે કયામતની નિશાનીઓ માંથી એક છે.

નબી ﷺ ની શરીઅતને કોઈ પણ હટાવી નહીં શકે.

લોકોના અળગા થઈ જવાના કારણે છેલ્લા સમયે માલમાં ખૂબ જ બરકત થશે.

છેલ્લા સમય અર્થાત્ કયામત સુધી ઇસ્લામ પર અડગ રેહવાની ખુશખબર, જેમકે ઈસા અલૈહિસ્ સલામ આવી તેના દ્વારા જ શાસન ચલાવશે.

التصنيفات

પાછલા નબીઓ અને પયગંબરો, આપણાં નબી મોહમ્મદ ﷺ, બરઝખી જીવન, મૂળ ઇસ્લામ દીન