જે વ્યક્તિ મારા તરફથી જાણી જોઈને જુઠ્ઠું બોલે તો તે વ્યક્તિ પોતાનું ઠેકાણું જહન્નમ બનાવી લે

જે વ્યક્તિ મારા તરફથી જાણી જોઈને જુઠ્ઠું બોલે તો તે વ્યક્તિ પોતાનું ઠેકાણું જહન્નમ બનાવી લે

અબૂ હુરૈરહ રઝી અલ્લાહુ અન્હું રિવાયત કરે છે કે નબી ﷺ એ કહ્યું: «જે વ્યક્તિ મારા તરફથી જાણી જોઈને જુઠ્ઠું બોલે તો તે વ્યક્તિ પોતાનું ઠેકાણું જહન્નમ બનાવી લે»

[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)] [મુત્તફકુન્ અલયહિ]

الشرح

આ હદીષમાં નબી ﷺ એ જણાવ્યું કે જે કોઈ વ્યક્તિ તેમના પર કોઈ વાત અથવા કોઈ કાર્ય વડે જુઠાણું બાંધે, તો આખિરતમાં તેનું ઠેકાણું જહન્નમ છે; કારણકે આ તેના તે કાર્યનો બદલો હશે જે તેણે નબી ﷺ તરફથી જૂઠી વાત નકલ કરી.

فوائد الحديث

જાણી જોઈને નબી ﷺ તરફથી જૂઠી વાતો કરવી તે જહન્નમમાં દાખલ થવાનું કારણ છે.

નબી ﷺ તરફથી જુઠ બોલવું તે સામાન્ય લોકો માટે જૂઠું બોલવા જેવું નથી; કારણકે તેના દ્વારા દીન અને દુનિયામાં ઘણી બુરાઈઓ ફેલાય છે.

નબી ﷺ દ્વારા વર્ણવેલ હદીષોને પુષ્ટિ કર્યા વગર, તેમજ તેની સચોટતા કર્યા વગર ફેલાવવા બાબતે સખત ચેતવણી.

التصنيفات

હદીષની મહત્ત્વતા અને તેનું સ્થાન, નિંદનીય અખલાક