?ખરેખર માનવી, શિર્ક અને કુફ્ર વચ્ચે તફાવત કરનાર: નમાઝને છોડવું છે

?ખરેખર માનવી, શિર્ક અને કુફ્ર વચ્ચે તફાવત કરનાર: નમાઝને છોડવું છે

હુઝૈફા રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેઓ કહે છે કે મેં નબી ﷺ ને કહેતા સાંભળ્યા: «ખરેખર માનવી, શિર્ક અને કુફ્ર વચ્ચે તફાવત કરનાર: નમાઝને છોડવું છે».

[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)] [આ હદીષને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ રિવાયત કરી છે]

الشرح

નબી ﷺ એ ફર્ઝ નમાઝ છોડવા પ્રત્યે સચેત કર્યા છે, અને જણાવ્યું કે વ્યક્તિ અને શિર્ક તેમજ કુફ્રમાં પડવું આ બંને વચ્ચેનું અંતર નમાઝ છોડવું છે, નમાઝ ઇસ્લામનો બીજો રુકન છે, ઇસ્લામમાં તેનું મહત્વ ઘણું છે, જે વ્યક્તિ તેના ફર્ઝ હોવાનો ઇન્કાર કરતા છોડી દેશે તો તે મુસલમાનના એકમતે કાફિર ગણાશે, જે વ્યક્તિ સંપૂર્ણ રીતે તેને આળસ અને ગાફેલ થઈ છોડશે, તો તે પણ કાફિર બની જશે, સહાબાઓએ આ વાત નકલ કરી છે, અને જે વ્યક્તિ ક્યારેક નમાઝ છોડશે અને ક્યારેક નમાઝ પઢી લેશે તો તે વ્યક્તિ આ સખત ચેતનામાં પડી જશે.

فوائد الحديث

નમાઝનું મહત્વ અને તેની હિફાજત કરવી જરૂરી છે, ઈમાન અને કુફ્ર વચ્ચે તફાવત કરવાવાળી વસ્તુ નમાઝ છે.

જે વ્યક્તિ નમાઝ છોડી દે અથવા તેનાથી ગાફેલ રહે તો તે વ્યક્તિ માટે સખત ચેતવણી આપવામાં આવી છે.

التصنيفات

ઇસ્લામને તોડવા વાળી બાબતો, કુફ્ર, નમાઝ માટે ફર્ઝ આદેશ અને તેને છોડનાર માટેનો હુકમ