હે લોકો ! આવું મેં એટલા માટે કર્યું કે તમે મારું અનુસરણ કરો અને મારી પાસેથી નમાઝ પઢવાનો તરીકો શીખી લો

હે લોકો ! આવું મેં એટલા માટે કર્યું કે તમે મારું અનુસરણ કરો અને મારી પાસેથી નમાઝ પઢવાનો તરીકો શીખી લો

અબૂ હાઝિમ બિન દીનાર રિવાયત કરે છે: કેટલાક લોકો સહલ બિન સઅદ પાસે આવ્યા, તેમના વચ્ચે વિવાદ હતો કે નબી ﷺ ના મિંબરની લાકડી ક્યાં ઝાડની હતી, એટલા માટે સઅદ રઝી અલ્લાહુ અન્હુને પૂછવામાં આવ્યું, તેમણે કહ્યું: અલ્લાહની કસમ ! હું જાણું છું કે આપ ﷺ ના મિંબરની લાકડી ક્યાં ઝાડની છે, પહેલા દિવસે જ્યારે તેને મુકવામાં આવ્યું, અને જ્યારે સૌ પ્રથમ વખત આપ ﷺ બેઠા, આપ ﷺ એ અન્સારની ફલાણી સ્ત્રી પાસે જેમનું નામ સહલ નામ પણ જણાવ્યું હતું, તેણી પાસે એક વ્યક્તિને મોકલ્યા કે તેઓ પોતાના સુથાર ગુલામને કહી મારી આ લાકડી જોડી આપી, એટલા માટે કે જ્યારે મને કંઈ કહેવું હોય તો હું આના પર બેસીને કહું, તેણીએ પોતાના ગુલામને કહ્યું તો તે જંગલની ડાળીઓ માંથી બનાવી લાવ્યો, અન્સારી સ્ત્રીએ તેને આપ ﷺ પાસે મોકલી આપી,આપ ﷺ એ આ બાજુ તેને મુકવાનો આદેશ આપ્યો, મેં જોયું કે આપ ﷺ એ તેના પર નમાઝ પઢાવી અને તેના પર ઉભા ઉભા તકબીર કરી અને તેના પર રુકૂઅ કર્યો, પછી થોડાક નીચે ઉતરી મિમ્બરની નીચે ઉતરી બાજુમાં સિજદો કર્યો, અને બીજી વખત પણ આપ ﷺ એ આ પ્રમાણે જ કર્યું, નમાઝ પઢી આપ ﷺ એ સહાબા સામે ધ્યાન આપ્યું અમે કહ્યું: «હે લોકો ! આવું મેં એટલા માટે કર્યું કે તમે મારું અનુસરણ કરો અને મારી પાસેથી નમાઝ પઢવાનો તરીકો શીખી લો».

[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)] [મુત્તફકુન્ અલયહિ]

الشرح

કેટલાક લોકો સહાબા માંથી એક સહાબી પાસે આપ ﷺ ના મિંબર વિશે સવાલ કરતા આવ્યા કે તે મીંબર શાના વડે બનાવવામાં આવ્યું છે? આ બાબતે તેઓ ઝઘડો કરવા લાગ્યા અને વિવાદ કરવા લાગ્યા, સહાબીએ તેમને કહ્યું કે આપ ﷺ એ એક વ્યક્તિને અન્સારી સ્ત્રી પાસે મોકલ્યો જેમનો સેવક સુથાર હતો, અને કહ્યું: તમારા સેવકને કહો કે તે મારા માટે એક મીંબર બનાવી લાવે જેથી કરીને હું લોકો સામે અગત્યની વાતચીત કરવા માટે તેના પર બેસું, સ્ત્રીએ આપ ﷺ ની વાત માની અને પોતાના સેવકને આદેશ આપ્યો, એક ખાસ પ્રકારની આમલીનું ઝાડની લાકડી વડે મીંબર બનાવવાનો આદેશ આપ્યો, જ્યારે તે બની ગયું તો તેણીએ તે મિંબર આપ ﷺ પાસે મોકલ્યું, આપ ﷺ એ મસ્જિદમાં એક જગ્યા પર મુકવાનો આદેશ આપ્યો, પછી તેના પર આપ ﷺ એ નમાઝ પઢી, તેના પર તકબીર પઢી, અને તેના પર જ રુકૂઅ કર્યો, પછી મોઢું ફેરવ્યા વગર જ મીંબર પર થી સહેજ નીચે ઉતરી, મિંબરની નીચે સિજદો કર્યો, બીજી રકઅત પણ એવી જ રીતે પઢી, નમાઝ પઢી લોકો તરફ ધ્યાન કર્યું અને કહ્યું: હે લોકો ! આવું એટલા માટે કર્યું કે તમે મારું અનુસરણ કરો અને મારી પાસેથી નમાઝનો તરીકો શીખી લો.

فوائد الحديث

મિંબર બનાવવા અને ખતીબ તેના પર ઉભો રહી પ્રવચન આપી શકે છે, એટલા માટે કે લોકો સુધી સ્પષ્ટ વાત પહોંચે અને દૂર સુધી વાત સાંભળી શકે.

તરીકો શીખવાડવા માટે નમાઝ મિંબર પર પઢી શકાય છે, અને જરૂરતના સમયે ઇમામ મુસલ્લી કર્યા ઊંચી જગ્યા ઓર ઉભો રહી નમાઝ પઢાવી શકે છે.

મુસલમાનોની જરૂરત માટે કારીગરો પાસે તેમની શ્રેષ્ઠતા પ્રમાણે મદદ માંગી શકાય છે.

જરૂરત વખતે નમાઝમાં સહેજ હરકત કરી શકાય છે.

શીખવા માટે નમાઝમાં મુસલ્લી ઇમામ સામે જોઈ શકે છે, અને આ વસ્તુ ખુશૂઅ વિરોધ નથી.

التصنيفات

નમાઝનો તરીકો