નબી ﷺ જ્યારે રુકૂઅ માંથી પોતાની પીઠ ઉઠાવતા તો કહેતા: «સમિઅલ્લાહુ લિમન હમિદહ

નબી ﷺ જ્યારે રુકૂઅ માંથી પોતાની પીઠ ઉઠાવતા તો કહેતા: «સમિઅલ્લાહુ લિમન હમિદહ

ઈબ્ને અબી અવફા રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે કે તેઓ કહે છે: નબી ﷺ જ્યારે રુકૂઅ માંથી પોતાની પીઠ ઉઠાવતા તો કહેતા: «સમિઅલ્લાહુ લિમન હમિદહ, અલ્લાહ તઆલાએ સાંભળ્યું, જેણે તેની પ્રશંસા કરી, હે અલ્લાહ ! તારા માટે જ વખાણ છે, આકાશ જેટલુ ભરીને, જમીન જેટલું ભરીને અને તેના સિવાય જે ઈચ્છે, તેના જેટલી અમે પ્રશંસા કરીએ છીએ.

[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)] [આ હદીષને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ રિવાયત કરી છે]

الشرح

નબી ﷺ જ્યારે રુકૂઅ માંથી પોતાની પીઠ ઉઠાવતા તો કહેતા: "સમિઅલ્લાહુ લિમન હમિદહ", અર્થાત્ અલ્લાહ તઆલાએ સાંભળ્યું, જેણે તેની પ્રશંસા કરી, તેણે તેમની પ્રશંસા કબૂલ કરી અને તેમને ઇનામ આપ્યું પછી આ શબ્દો વડે અલ્લાહના વખાણ કર્યા, હે અલ્લાહ ! તારા માટે જ વખાણ છે, આકાશ જેટલુ ભરીને, જમીન જેટલુ ભરીને અને તેના સિવાય જે ઈચ્છે તેના જેટલી પ્રશંસા છે, જમીન અને આકાશ તેમજ તે બંને વચ્ચે જેટલું છે તેટલી પ્રશંસા અમે કરી અને અલ્લાહ જેટલી ઈચ્છા કરે એટલી ભરીને તેની પ્રશંસા કરીએ છીએ.

فوائد الحديث

જ્યારે મુસલલી રુકૂઅ માંથી માથું ઉઠાવે તો તેના માટે આ શબ્દો કહેવા મુસતહબ છે.

રુકૂઅથી ઉભા થઈએ એટલે શાંતિ અને મધ્યસ્થથી રુકૂઅ કરવાની દલીલ મળે છે; કારણકે આ ઝિક્ર કરતા એટલો તો સમય લાગે જ છે.

આ ઝિક્ર કરવું દરેક નમાઝ માં જાઈઝ છે, નફિલ અને ફર્ઝ બંને નમાઝમાં સરખું છે.

التصنيفات

Obligatory Acts of Prayer, નમાઝનો તરીકો, નમાઝના ઝિકર