અલ્લાહના પયગંબર ﷺએ તે પુરુષ પર લઅનત કરી છે, જે સ્ત્રીના કપડાં પહેરે છે, એવી જ રીતે તે સ્ત્રી પર લઅનત કરી છે, જે…

અલ્લાહના પયગંબર ﷺએ તે પુરુષ પર લઅનત કરી છે, જે સ્ત્રીના કપડાં પહેરે છે, એવી જ રીતે તે સ્ત્રી પર લઅનત કરી છે, જે પુરુષોના કપડાં પહેરે છે

અબુ હુરૈરહ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેઓએ કહ્યું: અલ્લાહના પયગંબર ﷺએ તે પુરુષ પર લઅનત કરી છે, જે સ્ત્રીના કપડાં પહેરે છે, એવી જ રીતે તે સ્ત્રી પર લઅનત કરી છે, જે પુરુષોના કપડાં પહેરે છે.

[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)]

الشرح

અલ્લાહના પયગંબર ﷺએ તે દરેક પુરુષ માટે અલ્લાહની કૃપાથી દૂર થઈ જવાની દુઆ કરી છે, જે સ્ત્રીઓની માફક કપડાં પહેરતા હોય, જે ફક્ત સ્ત્રીઓ માટે ખાસ હોય છે; ભલેને તે ડિઝાઇનમાં, રંગમાં, બનાવટમાં અથવા શણગારરૂપે અપનાવવામાં આવતો પોશાક હોય અથવા અન્ય કોઈ પણ રીતે તેમના જેવો પોશાક હોય, અને એ જ પ્રમાણે તે સ્ત્રી માટે જે પુરુષોની માફક કપડાં પહેરતી હોય, જે ફક્ત પુરુષો માટે ખાસ હોય, અને આ કબીરહ ગુનાહો માંથી એક છે.

فوائد الحديث

ઈમામ શૌકાની રહિમહુલ્લાહએ કહ્યું: પુરુષોએ સ્ત્રીનું સ્વરૂપ અપનાવવું અને સ્ત્રીઓએ પુરુષોનું સ્વરૂપ અપનાવવું હરામ છે; કારણકે લઅનત એક હરામ કાર્ય પર કરવામાં આવે છે.

શૈખ ઈબ્ને ઉષૈમીન રહિમહુલ્લાહએ કહ્યું: તે કપડાં જે બંને માટે હોય, જેમકે કેટલીક ટીશર્ટ જે પુરુષો અને સ્ત્રીઓ બંને પહેરે છે, તો તેમાં કોઈ વાંધો નથી, અર્થાત્ પુરુષો અને સ્ત્રી માટે પહેરવામાં કોઈ વાંધો નથી; કારણકે તે બંને માટે સરખા છે.

التصنيفات

પ્રતિબંધિત અનુકરણ, અલ્ લિબાસુ વઝ્ ઝિનહ