«આ એક પથ્થર છે, જે સિત્તેર વર્ષ પહેલા જહન્નમમાં ફેંકવામાં આવ્યો હતો, હમણાં તે નીચલા ભાગ સુધી પહોંચ્યો છે, અને તેમે…

«આ એક પથ્થર છે, જે સિત્તેર વર્ષ પહેલા જહન્નમમાં ફેંકવામાં આવ્યો હતો, હમણાં તે નીચલા ભાગ સુધી પહોંચ્યો છે, અને તેમે તેનો અવાજ સાંભળ્યો

અબૂ હુરૈરહ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેઓએ કહ્યું: અમે અલ્લાહના પયગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ સાથે હતા કે અચાનક એક અવાજ સંભળાયો, નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «શું તમે જાણો છો કે આ શાનો અવાજ છે?» અમે કહ્યું અલ્લાહ અને તેનો રસૂલ વધુ જાણે છે, નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «આ એક પથ્થર છે, જે સિત્તેર વર્ષ પહેલા જહન્નમમાં ફેંકવામાં આવ્યો હતો, હમણાં તે નીચલા ભાગ સુધી પહોંચ્યો છે, અને તેમે તેનો અવાજ સાંભળ્યો».

[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)] [આ હદીષને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ રિવાયત કરી છે]

الشرح

નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ એક ભયાનક અવાજ સાંભળ્યો, જેવું કે કોઈ વસ્તુ નીચે જોરથી પડી રહી હોય, તો નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ સાથે બેઠેલા સહાબાઓને આ અવાજ વિશે સવાલ કર્યો, તેઓએ કહ્યું: અલ્લાહ અને તેનો રસૂલ વધુ જાણે છે. તો નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: આ ભયાનક અવાજ જે તમે સાંભળ્યો, તે એક પથ્થરનો અવાજ છે, જે આજથી સિત્તેર વર્ષ પહેલાં જહન્નમમાં નાખવામાં આવ્યો હતો, હમણાં તે જહન્નમની નીચે પહોંચ્યો છે, જેનો તમે અવાજ સાંભળ્યો.

فوائد الحديث

આ હદીષમાં નેક અમલ કરી આખિરતની તૈયારી કરવા તરફ ધ્યાન દોર્યું છે, તેમજ જહન્નમથી સચેત કર્યા છે.

જેના વિશે માનવી ન જાણતો હોય તેની નિસ્બત અલ્લાહ તરફ કરવી સારી વાત છે.

વાતને સારી રીતે સમજાવવા માટે વાતને વર્ણન કરતા પહેલા શિક્ષકે લોકોમાં દિલચસ્પી અને ધ્યાન કેન્દ્રિત કરાવવું જોઈએ જેથી તેઓ સમજી શકે.

التصنيفات

જન્નત અને જહન્નમની લાક્ષણિકતા