દરરોજ સવાર જ્યારે બંદો ઉઠે છે, તો બે ફરિશ્તા ઉતરે છે, તે બંને માંથી એક કહે છે: હે અલ્લાહ! ખર્ચ કરવાવાળા ને ઉત્તમ બદલો…

દરરોજ સવાર જ્યારે બંદો ઉઠે છે, તો બે ફરિશ્તા ઉતરે છે, તે બંને માંથી એક કહે છે: હે અલ્લાહ! ખર્ચ કરવાવાળા ને ઉત્તમ બદલો આપ, અને બીજો ફરિશ્તો કહે છે: હે અલ્લાહ! રોકવાવાળાને નષ્ટ કરી દે

અબૂ હુરૈરહ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે કે નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «દરરોજ સવાર જ્યારે બંદો ઉઠે છે, તો બે ફરિશ્તા ઉતરે છે, તે બંને માંથી એક કહે છે: હે અલ્લાહ! ખર્ચ કરવાવાળા ને ઉત્તમ બદલો આપ, અને બીજો ફરિશ્તો કહે છે: હે અલ્લાહ! રોકવાવાળાને નષ્ટ કરી દે».

[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)] [મુત્તફકુન્ અલયહિ]

الشرح

આ હદીષમાં નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ જણાવ્યું કે કોઈ દિવસ એવો નથી જેમાં સુર્ય નીકળે છે, પરંતુ બે ફરિશ્તાઓ ઉતરે છે અને દુઆ કરે છે, અને તેમાંથી એક કહે છે: હે અલ્લાહ! જે વ્યક્તિ અનુસરણના માર્ગ, જેમકે નેકીના કામો, પત્ની, બાળકો અને સંબંધીઓ પર ખર્ચ કરે છે, તેને દુનિયા અને આખિરતમાં શ્રેષ્ઠ બદલો આપ. અને બીજો ફરિશ્તો કહે છે: હે અલ્લાહ! એવો કંજૂસ વ્યક્તિ જે પોતાના પર જરૂરી ખર્ચ પણ ન કરતો હોય, તો તેને અને તેના ઘનને નષ્ટ કરી દે.

فوائد الحديث

ઉદાર વ્યક્તિ માટે દુઆ કરવી જાઈઝ છે, જેથી તે વધુ સવાબ પ્રાપ્ત કરી શકે, અને તે ખર્ચ કરવાના કારણે તે પોતાના મૃત્યુ પછી ભલાઈ છોડી જાય, અને કંજૂસ માટે તે દુઆ કરવી જાઈઝ છે કે અલ્લાહ તેનો માલ નષ્ટ કરી દે, કારણકે તેમાં તેણે કંજુસાઈ કરી, અને ખર્ચ કરવાથી રુકી ગયો, જ્યાં ખર્ચ કરવું તેના માટે જરૂરી હતું.

ફરિશ્તાઓ નેક ઉદાર મોમિનો માટે દુઆ કરે છે અને તેમની દુઆ કબુલ કરવામાં આવે છે.

વાજિબ અને નફિલ કાર્યોમાં ખર્ચ કરવા પર ઉભાર્યા છે, જેમકે ઘરવાળાઓ પર, સંબંધીઓ પર અને નેકીના માર્ગોમાં ખર્ચ કરવું.

નેકીના માર્ગમાં ખર્ચ કરવાની મહત્ત્વતા અને તેના પરિણામે અલ્લાહ તેની પાછળ સારો બદલો આપે છે, અલ્લાહ તઆલાએ કહ્યું; (જે કંઈ તમે અલ્લાહના માર્ગમાં ખર્ચ કરો છો તો તેની જગ્યાએ તે તમને વધુ આપે છે, અને તે સૌથી શ્રેષ્ઠ રોજી આપનાર છે.) [સબા: ૩૯].

આ દુઆ ફકત તે વ્યક્તિ માટે, જે જરૂરી ખર્ચ પણ ન કરે, પરંતુ નફિલ ખર્ચ તેમાં શામેલ નથી; કારણકે તે આ દુઆને લાયક નથી.

લાલસા અને કંજૂસી કરવી હરામ છે.

التصنيفات

નફીલ કરવામાં આવતો સદકો