અપશુકન લેવું શિર્ક છે, અપશુકન લેવું શિર્ક છે, અપશુકન લેવું શિર્ક છે, -નબી ﷺ એ આ વાક્ય ત્રણ વખત કહ્યું-», આપણાં માંથી…

અપશુકન લેવું શિર્ક છે, અપશુકન લેવું શિર્ક છે, અપશુકન લેવું શિર્ક છે, -નબી ﷺ એ આ વાક્ય ત્રણ વખત કહ્યું-», આપણાં માંથી દરેકને શંકા જરૂર થાય છે, પણ અલ્લાહ તઆલા તેને ભરોસા વડે દૂર કરી દે છે

અબ્દુલ્લાહ બિન મસ્ઊદ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેઓ કહે છે કે નબી ﷺ એ કહ્યું: «અપશુકન લેવું શિર્ક છે, અપશુકન લેવું શિર્ક છે, અપશુકન લેવું શિર્ક છે, -નબી ﷺ એ આ વાક્ય ત્રણ વખત કહ્યું-», આપણાં માંથી દરેકને શંકા જરૂર થાય છે, પણ અલ્લાહ તઆલા તેને ભરોસા વડે દૂર કરી દે છે.

[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)] [આ હદીષને ઈમામ અબૂ દાવૂદ રહિમહુલ્લાહ અને ઈમામ તિર્મિઝિ રહિમહુલ્લાહ અને ઈમામ ઈબ્ને માજહ રહિમહુલ્લાએ રિવાયત કરી છે અને ઈમામ અહમદ રહિમહુલ્લાહએ પણ રિવાયત કરી છે]

الشرح

નબી ﷺ એ અપશુકન લેવા બાબતે સખત ચેતવણી આપી છે, અને અપશુકન તે છે, જે કોઈ વસ્તુને સાંભળી અથવા કોઈને મનહૂસ સમજવું, તે પક્ષીઓ, જાનવરો, અસક્ષમ લોકો, સંખ્યાઓ, દિવસો વગેરે જેવી વસ્તુઓ હોય શકે છે, આ હદીષમાં પક્ષીનો ઉલ્લેખ એટલા માટે કરવામાં આવ્યો કે તે અજ્ઞાનતા સમયે વિખ્યાત હતું, લોકો જ્યારે સફર કરતાં, અથવા વેપાર ધંધો વગરે જેવા કાર્યો કરતાં તો પક્ષી ઉડાડતા, જો પક્ષી જમણી બાજુ ઉડતું તો તેઓ તેને સારું સમજતા, અને જો તે પક્ષી ડાબી બાજુ જતું તો તેઓ નિરાશ થઈ જતાં અને તેને અપશુકનિય સમજતા અને તે કાર્ય છોડી દેતા. અને નબી ﷺ એ જણાવ્યું કે તે શિર્ક છે, અને અપશુયક લેવું તે શિર્ક છે; કારણકે દરેક પ્રકારની ભલાઈ અલ્લાહ તરફથી જ છે, અને બુરાઈને અલ્લાહ સિવાય કોઈ દૂર કરી શક્તિ નથી, જેનો કોઈ ભાગીદાર નથી. અને અબ્દુલ્લાહ ઈબ્ને મસ્ઊદ રઝી અલ્લાહુ અન્હુ એ વર્ણન કર્યું કે આ વસ્તુ દરેક મુસલમાનના દિલમાં આવે છે, જેને તે અપશુકન સમજતો હોય છે, પરંતુ અલ્લાહ પર ભરોસો કરી તેના કારણો અપનવવાથી તે દૂર થઈ જાય છે.

فوائد الحديث

અપશુકન લેવું શિર્ક છે; કારણકે તેના વડે કાર્યોનો આધાર અલ્લાહને છોડી અન્ય પર કરવામાં આવે છે.

મહત્વપૂર્ણ કાર્યોને સતત વર્ણન કરવાની મહત્ત્વતા, જેથી તે યાદ થઈ જાય અને દિલમાં બેસી જાય.

અપશુકન અલ્લાહ પર ભરોસો કરવાથી દૂર થઈ જાય છે.

આ હદીષમાં ફક્ત એક અલ્લાહ પર ભરોસો કરવા, અને પોતાના દિલનો સંબંધ ફક્ત તેની સાથે જ બાંધવાનો આદેશ આપવામાં આવ્યો છે.

التصنيفات

શિર્ક, દિલમાં થતા અમલોની મહ્ત્વતા