إعدادات العرض
તમે બહુ મોટી વાત પૂછી છે, પરંતુ તે વ્યક્તિ માટે સહેલી છે જેના માટે અલ્લાહ સરળ બનાવી દે
તમે બહુ મોટી વાત પૂછી છે, પરંતુ તે વ્યક્તિ માટે સહેલી છે જેના માટે અલ્લાહ સરળ બનાવી દે
મુઆઝ બિન જબલ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે: હું એક વખત આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ સાથે એક સફરમાં હતો, હું સવાર સવારમાં આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની નજીક આયો, અમે સૌ ચાલી રહ્યા હતા, મેં કહ્યું: હે અલ્લાહના રસૂલ ! તમે મને એક એવો અમલ જણાવો, જેનાથી કારણે હું જન્નતમાં દાખલ થઈ શકું અને જહન્નમથી દૂર થઈ જાઉં, આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «તમે બહુ મોટી વાત પૂછી છે, પરંતુ તે વ્યક્તિ માટે સહેલી છે જેના માટે અલ્લાહ સરળ બનાવી દે, અલ્લાહની ઈબાદત કરો અને તેની સાથે કોઈને ભાગીદાર ન કરો, નમાઝ કાયમ કરો, ઝકાત આપતા રહો, રમઝાનના રોઝા રાખો, બૈતુલ્લાહનો હજ કરો», અને પછી કહ્યું: «શું હું તમને ભલાઈના દ્વાર ન જણાવું? રોઝો કવચ છે, સદકો ગુનાહને એવી રીતે મિટાવી દે છે, જેવું કે પાણી આગને મિટાવી દે છે અને અડધી રાત્રે ઉઠી નમાઝ પઢવી», કહ્યું: ફરી આ આયત તિલાવત કરી: {તેમના પડખા પોતાની પથારીથી અલગ રહે છે, પોતાના પાલનહારને ડર અને આશા સાથે પોકારે છે અને જે કંઈ અમે તેમને આપી રાખ્યું છે તેઓ ખર્ચ કરે છે. કોઇ જીવ નથી જાણતો કે આંખોની ઠંડક માટે અમે શું છુપાવીને રાખ્યું છે, જે કંઈ આ લોકો કરતા હતા, આ તેનો બદલો છે}, ફરી કહ્યું: «શું હું તમને દીનની મૂળ વાત, તેનું પિલર અને તેના શિખર વિષે ન જણાવું?», મેં કહ્યું: કે કેમ નહીં હે અલ્લાહના રસૂલ ! આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «દીનનું મૂળ ઇસ્લામ છે, તેનું પિલર નમાઝ છે અને તેનું શિખર જિહાદ (યુદ્ધ) છે, આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «શું હું તમને એક એવી વસ્તુ ન જણાવું? જેના પર બધી જ વસ્તુઓનો આધાર છે?», મેં કહ્યું: કેમ નહીં હે અલ્લાહના રસૂલ!, પછી આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ જબાન પકડી અને કહ્યું: «કે આને કાબુમાં કરી લો», પછી મેં કહ્યું કે હે અલ્લાહના રસૂલ ! શું અમારી જબાનથી જે કંઈ શબ્દ નીકળે છે તેના પર અમારી પકડ કરવામાં આવશે? તો આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «હે મુઆઝ તમને તમારી માતા ગુમ કરે, લોકોના બક બક કરવાથી જ તો જહન્નમમાં ઊંધા કરી, ચહેરા અથવા નાસ્કોરીની જગ્યાએ નાખવામાં આવશે».
الترجمة
العربية Bosanski English Español فارسی Français Bahasa Indonesia Русский Türkçe اردو 中文 हिन्दी Hausa Kurdî Português සිංහල Nederlands অসমীয়া Oromoo Tiếng Việt Kiswahili አማርኛ پښتو ไทย Română മലയാളം नेपाली Malagasy Deutsch Кыргызча తెలుగుالشرح
મુઆઝ રઝી અલ્લાહુ અન્હુએ કહ્યું: એક સફરમાં હું આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની સાથે હતો, હું સવાર સવારમાં આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની નજીક આયો, અમે સૌ ચાલી રહ્યા હતા, મેં કહ્યું: હે અલ્લાહના રસૂલ! તમે મને એક એવો અમલ જણાવો, જેના કારણે હું જન્નતમાં દાખલ થઈ જાઉં અને જહન્નમથી દૂર થઈ જાઉં, આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: તમે બહુ મોટી વાત પૂછી છે, પરંતુ તે વ્યક્તિ માટે સહેલી છે જેના માટે અલ્લાહ સરળ બનાવી દે, ઇસ્લામની જરૂરી કાર્યો પુરા કરો: પહેલું: ફક્ત એક અલ્લાહની ઈબાદત, અને તેની સાથે કોઈને ભાગીદાર ન બનાવો. બીજું: રાત દિવસમાં પાંચ વખતની ફર્ઝ નમાઝ પાબંદી સાથે પઢો: ફજર, ઝોહર, અસર, મગરિબ અને ઇશા, નમાઝને તેની સંપૂર્ણ શરતો, તેના અરકાન સાથે પઢવામાં આવે. ત્રીજું: ફર્ઝ ઝકાત કાઢવામાં આવે, અને આ માલ પ્રત્યે કરવામાં આવતી ઈબાદત છે, શરીઅતે નક્કી કરેલ માલનું પ્રમાણ અને તેની હદ સુધી પહોંચી જાય, તો તે માલને તેના હકદારો સુધી પહોંચાડવામાં આવે. ચોથું: રમઝાનના રોઝા, સૂર્યોદય થી લઈ કે સૂર્યાસ્ત સુધી ઈબાદતની નિયત કરી ખાવાપીવાથી રુકી જવું. પાંચમું: અલ્લાહની ઈબાદત માટે હજના કાર્યો અદા કરવા માટે હજની નિયત કરી મક્કાહ જવું. આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: શું હું તમને ભલાઈના દ્વાર સુધી પહોંચવાનો માર્ગ ન બતાવું? તે દ્વાર ફર્ઝ ઈબાદતો સાથે નફીલ ઈબાદતો કરી મેળવી શકે છે: પહેલું: નફીલ રોઝા, જે ગુનાહ કરવાથી બચાવે છે, એવી જ રીતે મનેચ્છાઓને કાબુમાં રાખે છે અને શક્તિમાં વધારો કરે છે. બીજું: નફીલ સદકો, ગુનાહ કર્યા પછી સદકો તેને મિટાવી દે છે, તેના અસરને પણ ખતમ કરે છે. ત્રીજું: રાતના છેલ્લા પહોરે ઉઠી નમાઝ પઢવી, પછી આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ આ આયત પઢી, અલ્લાહ તઆલાએ કહ્યું: {તેમના પડખા અળગા રહે છે} અર્થાત્ દૂર રહે છે {તેમની પથારીથી} અર્થાત્ તેઓ જાગે છે, {પોતાના પાલનહારને પોકારે છે} નમાઝ, ઝિક્ર, તિલાવત અને દુઆ જેવી ઈબાદતો કરે છે, {કોઇ જીવ નથી જાણતો કે આંખોની ઠંડક માટે અમે શું છુપાવીને રાખ્યું છે} કયામતના દિવસે તેમને જન્નતમાં પ્રવેશ આપી અને નેઅમતો આપી, {જે કંઈ આ લોકો કરતા હતા, આ તેનો બદલો છે}. પછી આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: શું હું તમને દીનની મૂળ વાતો ન જણાવું? અને તેનો પાયો જેના પર તેનો આધાર છે? અને તેની ચોટી વિશે પણ? મુઆઝ રઝી અલ્લાહુ અન્હુએ કહ્યું: કેમ નહીં હે અલ્લાહના રસૂલ!. આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: દીનની મૂળ વાત શહાદતૈન છે, જે વ્યક્તિ ગવાહી આપશે તે દીન સાથે જોડાશે. તેનું પિલર: નમાઝ, નમાઝ વગર ઇસ્લામ નથી, જેવી રીતે પિલર વગર ઘરનો વિચાર અશક્ય છે એવી જ રીતે નમાઝ વગર ઇસ્લામનો વિચાર નથી, જે નમાઝ પઢશે, તે પોતાના દીન બાબતે અને દરજ્જા બાબતે મજબૂત રહેશે; દીનની ચોટી અને બુલંદી જિહાદ (યુદ્ધ) છે, અલ્લાહના કલિમાને બુલંદ કરવા માટે દીન પ્રત્યે દુશ્મની કરનાર વિરુદ્ધ જિહાદ (યુદ્ધ) કરવું. પછી આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: શુ હું તમને વર્ણવેલ ઈબાદતોની સચોટતા અને સપૂર્ણતા વિશે ન જણાવું? આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ જબાન પકડી અને કહ્યું: આને રોકી લો અને એવી વાત ન કહેશો જેનો તમારી સાથે કોઈ સબંધ નથી. મુઆઝ રઝી અલલ્હું અન્હુએ કહ્યું: શું અમારો પાલનહાર જે કંઈ અમે બોલીએ છીએ તે દરેક વસ્તુની પકડ કરશે અને હિસાબ કરશે?! આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: હે મુઆઝ! તમારી માતા તમને ગુમ કરે! આ શબ્દો બદ્ દુઆ માટે ન હતા, પરંતુ તે અરબની કહેવતો માંથી એક કહેવત છે, જે કોઈને ચેતવણી આપવા માટે કહેવામાં આવતી, જેથી તે બાબતે તે સચેત થાય અને ધ્યાન આપે, પછી કહ્યું: લોકોને તેમને તેમની જબાનના કારણે જહન્નમમાં ઊંધા મોઢે નાખવામાં આવશે, જબાન વડેથી કુફ્ર, પાકબાઝ સ્ત્રી પર આરોપ, ગાળો, ગિબત, ચાડી અને નિંદા જેવી વસ્તુઓના કારણે.فوائد الحديث
સહાબાઓની ઇલ્મ શીખવાની તીવ્ર ઈચ્છા, એટલા માટે તેઓ આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમને ઘણા સવાલ કરતા હતા.
સહાબા રઝી અલ્લાહુ અન્હુમની ચપળતા અને દીન પ્રત્યે ઊંડાણપૂર્વક જ્ઞાન, કારણકે તેઓ જાણતા હતા કે અમલ જન્નતમાં પ્રવેશનું મૂળ કારણ છે.
મુઆઝ રઝી અલ્લાહુ અન્હુ તરફથી જે સવાલ આવ્યો તે ખરેખર મહત્તમ સવાલ છે; કારણકે ખરેખર તે જીવન અને તેના અસ્તિત્વનો ભેદ છે, આદમના સંતાનો પાસે તેમજ જિન્નાતો પાસે આ દુનિયામાં જે કંઈ છે, તેનો હેતુ કાતો જન્નત અથવા જહન્નમ ઠેકાણું હશે, તેથી આ સવાલ ઘણો મહત્વનો છે.
જન્નતમાં પ્રવેશવા માટે સૌ પ્રથમ ઇસ્લામના પાંચ અરકાન પર સંપૂર્ણ અમલ જરૂરી છે, પાંચ અરકાન: શહાદતૈન, નમાઝ, ઝકાત, રોઝા અને હજ.
દીનનું સૌથી મહત્તમ કાર્ય અલ્લાહની તૌહીદ છે અને એ કે તે એકલાની જ ઈબાદત કરવામાં આવે તેની સાથે કોઈને શરીક એટલે કે ભાગીદાર બનાવવામાં ન આવે.
અલ્લાહ તઆલાની પોતાના બંદાઓ પર રહેમત અને કૃપા કે તેણે ભલાઈના દરવાજા ખુલ્લા કરી દીધા, જેથી બંદો વધુમાં વધુ સવાબ કમાવી શકે અને ગુનાહોની માફી કરાવી શકે.
ફર્ઝ કાર્યો કર્યા પછી નફીલ કાર્યો વડે નિકટતા પ્રાપ્ત કરવાની મહત્ત્વતા.
નમાઝ ઇસ્લામમાં એવા તંબુના પિલરની જેમ છે, જેના પર તંબુ ઉભું કરવામાં આવે છે, જો તે પિલર જ કાઢી નાખવામાં આવે તો તંબુ જ પડી જશે.
જબાનની સુરક્ષા કરવી જરૂરી છે, કારણકે તે વ્યક્તિના દીનને પણ નુકસાન પહોંચાડી શકે છે.
જબાનને રોકી રાખવી, તેના પર કાબુ કરવો દરેક પ્રકારની ભલાઈનું મૂળ છે.
التصنيفات
અલ્ ઇસ્લામ