એક વ્યક્તિએ નબી ﷺ ને સવાલ કર્યો કે કયો ઇસ્લામ સૌથી શ્રેષ્ઠ છે? તો નબી ﷺ એ કહ્યું: «તમે ખાવાનું ખવડાવો અને જેને તમે…

એક વ્યક્તિએ નબી ﷺ ને સવાલ કર્યો કે કયો ઇસ્લામ સૌથી શ્રેષ્ઠ છે? તો નબી ﷺ એ કહ્યું: «તમે ખાવાનું ખવડાવો અને જેને તમે જાણતા હોય તેને પણ અથવા જેને ન જાણતા ન હોય તેને પણ સલામ કરો

અબ્દુલ્લાહ બિન ઉમર રઝી અલ્લાહુ અન્હુમા રિવાયત કરે છે, તેઓ કહે છે: એક વ્યક્તિએ નબી ﷺ ને સવાલ કર્યો કે કયો ઇસ્લામ સૌથી શ્રેષ્ઠ છે? તો નબી ﷺ એ કહ્યું: «તમે ખાવાનું ખવડાવો અને જેને તમે જાણતા હોય તેને પણ અથવા જેને ન જાણતા ન હોય તેને પણ સલામ કરો».

[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)] [મુત્તફકુન્ અલયહિ]

الشرح

આ હદીષમાં નબી ﷺ ને સવાલ કરવામાં આવ્યો કે કયો ગુણ ઇસ્લામમાં સૌથી શ્રેષ્ઠ છે? તો નબી ﷺ એ બે ગુણ જણાવ્યા: પહેલો: ગરીબોને વારંવાર ખવડાવવું, અને તેમાં સદકા, ભેટ, મહેમાનગતિ, વલીમો (ભોજન) વગેરેનો સમાવેશ થાય છે, અને ખાસ કરીને દુકાળ તેમજ મોંઘવારીના સમયે ખાવાનું ખવડાવવા પર વધુ મહત્વ આપ્યું છે. બીજું: દરેક મુસલમાનને સલામ કરવું, ભલેને તમે તેને જાણતા હોવ કે ન જાણતા હોવ.

فوائد الحديث

દુનિયા અને આખિરતમાં ફાયદો પહોંચાડતી બાબતો જાણવા પ્રત્યે આ હદીષમાં સહાબાઓનો ઉત્સાહ જોવા મળે છે.

સલામ કરવું અને લોકોને ખવડાવવું ઇસ્લામના મહત્વપૂર્ણ કાર્યો માંથી છે; તેની મહત્ત્વતા એટલા માટે કે દરેક સમયે તેની જરૂર લોકોને પડે છે.

આ બંને ગુણોમાં વાત અને કાર્ય વડે સારો વ્યવહાર કરવાનો સમાવેશ થાય છે, જે સંપૂર્ણ એહસાન (સદ્ વ્યવહાર) છે.

આ બન્ને ગુણો મુસલમાનોના અંદરો અંદર વ્યવહારને દર્શાવે છે, અને તે સિવાય આ પ્રમાણેના ગુણો બંદાના પોતાના પાલનહાર સાથેનો વ્યવહાર પણ દર્શાવે છે.

સલામની શરૂઆત ફક્ત મુસલમાનો વચ્ચે જ કરવામાં આવશે, કોઈ પણ કાફિરને પહેલા સલામ કહેવામાં નહીં આવે.

التصنيفات

મહત્ત્વતાઓ અને અદબો, સલામ તેમજ પરવાનગી લેવાના આદાબ