જે વ્યક્તિ સૂર્યોદય પહેલા અને સૂર્યાસ્ત પહેલાની નમાઝની પાબંદી કરશે, તે વ્યક્તિ ક્યારેય જહન્નમમા દાખલ નહીં થાય

જે વ્યક્તિ સૂર્યોદય પહેલા અને સૂર્યાસ્ત પહેલાની નમાઝની પાબંદી કરશે, તે વ્યક્તિ ક્યારેય જહન્નમમા દાખલ નહીં થાય

અબૂ ઝુહૈર ઉમારહ બિન રુવયબહ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેમણે કહ્યું: નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «જે વ્યક્તિ સૂર્યોદય પહેલા અને સૂર્યાસ્ત પહેલાની નમાઝની પાબંદી કરશે, તે વ્યક્તિ ક્યારેય જહન્નમમા દાખલ નહીં થાય».

[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)] [આ હદીષને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ રિવાયત કરી છે]

الشرح

આ હદીષમાં નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ જણાવ્યું કે તે વ્યક્તિ પર જહન્નમની આગ હરામ છે, જે વ્યક્તિ ફજર અને અસરની નમાઝની પાબંદી કરતો હશે, તે બન્ને નમાઝ હમેંશા પઢતો હશે, ખાસ કરીને આ બન્ને નમાઝોનું વર્ણન એટલા માટે કરવામાં આવ્યું કે આ બન્ને નમાઝનો સમય ભારે સમય છે, ફજરનો સમય મીઠી ઊંઘનો સમય હોય છે, તેમજ અસરનો સમય દિવસ દરમિયાન કામકાજ અને વેપારધંધાનો સમય હોય છે, એટલા માટે જે વ્યક્તિ આ કષ્ટ હોવા છતાંય આ બન્ને નમાઝોની પાબંદી કરશે, તેઓ બાકીની ત્રણેય નમાઝની જરૂર પાબંદી કરતા હશે.

فوائد الحديث

ફજર અને અસરની નમાઝની મહત્ત્વતા, એટલા માટે તેને પઢવા માટે હમેંશા પાબંદી કરવી જોઈએ.

જે આ નમાઝો પઢે છે તે સામાન્ય રીતે આળસ અને મુનાફિકત (દંભ)થી પાક હોય છે, અને ઈબાદતને સારી રીતે કરતો હોય છે.

التصنيفات

નમાઝની મહ્ત્વતા