ઈમાન પણ તમારા દિલમાં કપડાંની જેમ જ જૂનું પડી જાય છે, માટે તમે અલ્લાહ પાસે પોતાના ઈમાનના નવીકરણ માટે સવાલ કરતા રહો

ઈમાન પણ તમારા દિલમાં કપડાંની જેમ જ જૂનું પડી જાય છે, માટે તમે અલ્લાહ પાસે પોતાના ઈમાનના નવીકરણ માટે સવાલ કરતા રહો

અબ્દુલ્લાહ બિન અમ્ર બિન આસ રઝી અલ્લાહુ અન્હુ મા રિવાયત કરે છે, તેઓ કહે છે કે નબી ﷺ એ કહ્યું: «ઈમાન પણ તમારા દિલમાં કપડાંની જેમ જ જૂનું પડી જાય છે, માટે તમે અલ્લાહ પાસે પોતાના ઈમાનના નવીકરણ માટે સવાલ કરતા રહો».

[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)] [આ હદીષને ઈમામ હાકિમ રહિમહુલ્લાહ અને ઈમામ તબ્રાની રહિમહુલ્લાહએ રિવાયત કરી છે]

الشرح

આપ ﷺ જણાવ છે કે ઈમાન પણ મુસલમાનના દિલમાં જૂનું અને કમજોર થઈ જાય છે, જેવી રીતે કે એક નવા કપડાંના વારંવાર ઉપયોગથી તે જૂનું અને નબળું પડી જાય છે; તેનું કારણ એ છે કે માનવી ઈબાદતમાં આળસ કરવા લાગે છે, અથવા ગુનાહો કરે છે અને મનેચ્છાઓમાં મગન રહેછે. આપ ﷺ એ માર્ગદર્શન આપ્યું કે પોતાના ઈમાનના નવીકરણ માટે અલ્લાહ પાસે દુઆ કરતા રહો, તેમજ પોતાના ઈમાનને વધારે નમાઝ પઢી વધુ ઝીકર વડે અને ઇસ્તિગફાર કરી વધારો કરવો જોઈએ.

فوائد الحديث

આ હદીષમાં ઈમાનના નવીકરણ અને તેના પર અડગ રહેવા માટે દુવા કરવા પર પ્રોત્સાહન આપવામાં આવ્યું છે.

ઈમાન, કોલ (જબાન વડે કહેવુ) અમલ કરવા અને દિલમાં માનવાનું નામ છે, અને તે અનુસરણ કરવાથી વધે છે તેમજ ગુનાહ કરવાથી ઘટે છે.

التصنيفات

ઈમાનનું વધવું અને તેની ઘટવું