દરેક બે અઝાનો વચ્ચે નમાઝ છે, દરેક બે અઝાન વચ્ચે નમાઝ છે», ફરી ત્રીજી વખત કહ્યું: «તેના માટે જે ઈચ્છે

દરેક બે અઝાનો વચ્ચે નમાઝ છે, દરેક બે અઝાન વચ્ચે નમાઝ છે», ફરી ત્રીજી વખત કહ્યું: «તેના માટે જે ઈચ્છે

અબ્દુલ્લાહ બિન મુગફ્ફલ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેઓએ કહ્યું: નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «દરેક બે અઝાનો વચ્ચે નમાઝ છે, દરેક બે અઝાન વચ્ચે નમાઝ છે», ફરી ત્રીજી વખત કહ્યું: «તેના માટે જે ઈચ્છે».

[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)] [મુત્તફકુન્ અલયહિ]

الشرح

આ હદીષમાં નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ જણાવ્યું કે દરેક અઝાન અને ઈકામતની વચ્ચે નફિલ નમાઝ છે, આ વાક્ય ત્રણ વખત કહ્યું, ત્રીજી વખતે કહ્યું તેના માટે મુસ્તહબ છે, જે નમાઝ પઢવાનો ઈરાદો કરે.

فوائد الحديث

અઝાન સને ઈકામત વચ્ચે નફિલ નમાઝ પઢવી મુસ્તહબ છે.

નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ આ વાતને વારંવાર કહેતા, જેથી સાંભળવાવાળા તે વાતને સારી રીતે સમજી શકે, અને કહેવામાં આવેલી વાત પર ભાર આપવામાં આવે.

બે અઝાનનો અર્થ: અઝાન અને ઈકામત, બન્નેને સામાન્ય રીતે બે અઝાન જ કહેવાય છે, જેવું કે કમરૈની (સૂર્ય અને ચાંદ) ઉમરૈન (અબૂ બકર અને ઉમર).

અઝાન, નમાઝનો સમય થઈ ગયો છે, તે દર્શાવે છે અને ઈકામત નમાઝ પઢવા માટે હાજર થવાની સૂચના છે.

التصنيفات

અઝાન અને ઇકમત, નફીલ નમાઝ