જ્યારે રમજાનનો મહિનો આવે તો તમે એક ઉમરહ કરી લે જો; કારણકે (રમજાનમાં) કરવામાં આવેલો ઉમરાહનો સવાબ હજ બરાબર છે

જ્યારે રમજાનનો મહિનો આવે તો તમે એક ઉમરહ કરી લે જો; કારણકે (રમજાનમાં) કરવામાં આવેલો ઉમરાહનો સવાબ હજ બરાબર છે

અબ્દુલ્લાહ બિન અબ્બાસ રઝી અલ્લાહુ અન્હુમા (અલ્લાહ તે બંનેથી રાજી થાય) રિવાયત કરે છે, તેઓએ કહ્યું: નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ (તેમના પર દરૂદ અને સલામતી થાય) એ અન્સારની એક સ્ત્રી જેનું નામ મને અબ્દુલ્લાહ ઈબ્ને અબ્બાસ રઝી અલ્લાહુ અન્હુમા (અલ્લાહ તે બંનેથી રાજી થાય) એ જણાવ્યું હતું, પરંતુ રાવી કહે છે કે હું તેનું નામ ભૂલી ગયો હતો, તેને પૂછ્યું: «તમને અમારી સાથે હજ કરવાથી કઈ વસ્તુએ રોકી રાખ્યા?», તે સ્ત્રીએ કહ્યું: અમારી પાસે ફક્ત બે જ ઊંટ હતા, એક પર સવાર થઈ મારા પુત્રના પિતા (એટલે કે મારા પતિ) અને મારો પુત્રએ હજ કરી, જ્યારે કે બીજા ઊંટને અમારી પાસે પાણી લાવવા માટે છોડીને ગયા, તેની વાત સાંભળી નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ (તેમના પર દરૂદ અને સલામતી થાય) એ કહ્યું: «જ્યારે રમજાનનો મહિનો આવે તો તમે એક ઉમરહ કરી લે જો; કારણકે (રમજાનમાં) કરવામાં આવેલો ઉમરાહનો સવાબ હજ બરાબર છે».

[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)] [મુત્તફકુન્ અલયહિ]

الشرح

જ્યારે નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ (તેમના પર દરૂદ અને સલામતી થાય) પોતાના અંતિમ હજ (હજ્જતુલ્ વદા) તરફથી પાછા ફર્યા, તો અન્સારની એક સ્ત્રી, જેણે નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ (તેમના પર દરૂદ અને સલામતી થાય) સાથે હજ કરી ન હતી તેને પૂછ્યું: અમારી સાથે તમને હજ કરવાથી કઈ વસ્તુએ રોક્યા? તેણીએ કારણ આપતા જવાબ આપ્યો કે તેમના ઘરમાં ફક્ત બે જ ઊંટ હતા, એક પર સવાર થઈ તેમના પતિ અને તેમના પુત્રએ હજ કરી, જ્યારે કે બીજાને પાણી લાવવા માટે છોડીને ગયા. તો નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ (તેમના પર દરૂદ અને સલામતી થાય) એ તેમને જણાવ્યું કે રમજાનના મહિનામાં ઉમરાહ કરવાનો સવાબ હજ બરાબર છે.

فوائد الحديث

રમજાન મહિનામાં ઉમરહ કરવાની મહત્ત્વતા.

રમજાન મહિનામાં કરવામાં આવેલ ઉમરાહનો સવાબ હજ બરાબર છે, પરંતુ તે ઉમરાહ ફર્ઝ હજ માટે પૂરતો નહીં ગણાય.

સમયની મહત્ત્વતાના કારણે કાર્યોનો સવાબ પણ વધી જાય છે, જેનું એક ઉદાહરણ એ કે રમજાનના મહિનામાં કરવામાં આવેલ કાર્યો છે.

التصنيفات

હજ અને ઉમરહ કરવાની મહ્ત્વતા