કોઈ મોમિન પુરુષ કોઈ મોમિન સ્ત્રી પ્રત્યે દ્વેષ ન રાખે, જો તેને તેણીની કોઈ આદત નાપસંદ હોય, તો તેને તેણીની કોઈ અન્ય…

કોઈ મોમિન પુરુષ કોઈ મોમિન સ્ત્રી પ્રત્યે દ્વેષ ન રાખે, જો તેને તેણીની કોઈ આદત નાપસંદ હોય, તો તેને તેણીની કોઈ અન્ય આદતથી પસંદ પણ હશે

અબૂ હુરૈરહ રઝી અલ્લાહુ અન્હુ (અલ્લાહ તેમનાથી રાજી થાય) રિવાયત કરે છે, તેમણે કહ્યું: નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ (તેમના પર દરૂદ અને સલામતી થાય) એ કહ્યું: «કોઈ મોમિન પુરુષ કોઈ મોમિન સ્ત્રી પ્રત્યે દ્વેષ ન રાખે, જો તેને તેણીની કોઈ આદત નાપસંદ હોય, તો તેને તેણીની કોઈ અન્ય આદતથી પસંદ પણ હશે» અથવા નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ (તેમના પર દરૂદ અને સલામતી થાય) એ "આખર (અન્ય)" શબ્દની જગ્યાએ કહ્યું: «"ગૈરુહુ (બીજી કોઈ આદત)"».

[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)] [આ હદીષને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ રિવાયત કરી છે]

الشرح

આ હદીષમાં નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ (તેમના પર દરૂદ અને સલામતી થાય) એ પતિને પોતાની પત્ની સાથે એટલી નફરત કરવાથી રોક્યા છે, જે જુલમ, ત્યાગ અને મોઢું ફેરવી એવા તત્વો તરફ દોરી જાય; કારણકે દરેક માનવીમાં સ્વાભાવિક રીતે ખામીઓ છે, જો તેની કોઈ આદત નાપસંદ હોય, તો બીજી આદત જરૂર પસંદ હશે, આવી સ્થિતિમાં જે આદત પસંદ હોય તેનાથી ખુશ રહે અને જે પસંદ ન હોય તેના પર સબર કરે, તેનાથી એક સારો માહોલ બનશે, અને નારાજી એટલી નહીં વધે બંનેને અલગ થવું પડે.

فوائد الحديث

આ હદીષમાં નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ (તેમના પર દરૂદ અને સલામતી થાય) એ માનવીને ન્યાય કરવા, પત્ની સાથે થતાં ઝગડાઓમાં બુદ્ધિ વડે કામ લેવા અને લાગણીઓ અને ભાવનાઓમાં આવી અસ્થાયી રૂપે કોઈ અયોગ્ય નિર્ણય ન કરે.

એક મોમિનનું કામ એ નથી કે તે એક મોમિન સ્ત્રી સાથે એટલી નફરત કરે કે તેનાથી અલગ થઈ જવાની સ્થિતિ આવી જાય, પરંતુ તે નાપસંદ આદતો પર ધ્યાન ન આપે અને જે પસંદ હોય તે આદતો પર ધ્યાન આપે.

પતિ પત્ની વચ્ચે સારો વ્યવહાર કરવા અને સારી રીતે રહેવાની પરેણાં આપવામાં આવી છે.

ઈમાન સારા અખ્લાક તરફ લોકોને આકર્ષિત કરે છે, જેથી દરેક મોમિન પુરુષ અને સ્ત્રી સારા અખ્લાકવાળા હોય છે; કારણકે ઈમાન માટે જરૂરી છે કે તેમનામાં સારા અખ્લાક હોય.

التصنيفات

લગ્ન, અહકામુન્ નિસા (સ્ત્રીઓના આદેશો)