શ્રેષ્ઠ દીનાર જેને માનવની ખર્ચ કરે છે, તે એ છે જે માનવી પોતાના ઘરવાળાઓ પર ખર્ચ કરે, અને તે દીનાર, જે અલ્લાહના…

શ્રેષ્ઠ દીનાર જેને માનવની ખર્ચ કરે છે, તે એ છે જે માનવી પોતાના ઘરવાળાઓ પર ખર્ચ કરે, અને તે દીનાર, જે અલ્લાહના માર્ગમાં વકફ કરેલ સવારીના જાનવર પર ખર્ચ કરવામાં આવે, અને તે દીનાર, જે અલ્લાહના માર્ગમાં પોતાના દોસ્ત અને સંબંધી પર ખર્ચ કરે છે

ષૌબાન રઝી અલ્લાહુ અન્હુ (અલ્લાહ તેમનાથી રાજી થાય) રિવાયત કરે છે, તેઓએ કહ્યું: નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ (તેમના પર દરૂદ અને સલામતી થાય) એ કહ્યું: «શ્રેષ્ઠ દીનાર જેને માનવની ખર્ચ કરે છે, તે એ છે જે માનવી પોતાના ઘરવાળાઓ પર ખર્ચ કરે, અને તે દીનાર, જે અલ્લાહના માર્ગમાં વકફ કરેલ સવારીના જાનવર પર ખર્ચ કરવામાં આવે, અને તે દીનાર, જે અલ્લાહના માર્ગમાં પોતાના દોસ્ત અને સંબંધી પર ખર્ચ કરે છે» અબૂ કલાબહએ કહ્યું; નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ (તેમના પર દરૂદ અને સલામતી થાય) એ ખર્ચ કરવાની શરૂઆત પોતાના ઘરવાળાઓથી કરી, એટલા માટે કે સવાબ પ્રાપ્ત કરવામાં તે વ્યક્તિ કરતા વધારે સવાબ કોને મળી શકે છે, જે નાના નાના બાળકો પર એટલા માટે ખર્ચ કરે છે કે તેઓ કોઈની સમક્ષ હાથ ફેલાવવાથી બચી જાય, અથવા અલ્લાહ તેમને ફાયદો પહોંચાડે અને નિરપેક્ષ કરી દે.

[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)] [આ હદીષને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ રિવાયત કરી છે]

الشرح

આ હદીષમાં નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ (તેમના પર દરૂદ અને સલામતી થાય) એ ખર્ચ કરવાના કેટલાક પ્રકારો વર્ણન કર્યા, અને જણાવ્યું કે જ્યારે માનવી પર અલગ અલગ પ્રકારના ખર્ચો વજીબ હોય, તો જે જેટલું મહત્વનું હોય ત્યાંથી શરૂઆત કરવી જોઈએ; આ હદીષમાં નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ (તેમના પર દરૂદ અને સલામતી થાય) એ જણાવ્યું કે સૌથી વધારે સવાબ વાળો માલ તે છે, જે એક મુસલમાન પોતાના ઘરના લોકો પર ખર્ચ કરે છે, જેના પર ખર્ચ કરવો તેના પર વાજિબ છે, જેમકે: પત્ની અને બાળકો વગેરે. ફરી તે સવારી પર ખર્ચ કરવો જે અલ્લાહના માર્ગમાં યુદ્ધ કરવા માટે મોકલવામાં આવે, ફરી પોતાના સાથીઓ અને દોસ્તો પર ખર્ચ કરવો, જ્યારે તેઓ અલ્લાહના માર્ગમાં યુદ્ધ કરનાર હોય.

فوائد الحديث

તરતીબ સાથે ખર્ચ કરવાની મહત્ત્વતા, જેમકે વર્ણન કરવામાં આવ્યું, અને જ્યારે વધારે લોકો હોય તો તરતીબનો ખ્યાલ રાખવો જોઈએ.

અન્ય લોકો કરતાં પહેલા પોતાના ઘરવાળા પર ખર્ચ કરવાની મહત્ત્વતાનું વર્ણન.

અલ્લાહના માર્ગમાં યુદ્ધ કરનાર વ્યક્તિ પર ખર્ચ કરવામાં આવતો માલનો સૌથી વધુ મહત્વપૂર્ણ છે, જેમકે યુદ્ધ માટે માણસો અને હથિયાર તૈયાર કરવા.

એવી જ રીતે કેહવામાં આવ્યું છે: અલ્લાહના માર્ગનો બીજો અર્થ એ પણ છે કે દરેક પ્રકારના નેક કાર્યો પર ખર્ચ કરવામાં આવે, જેમકે હજ વગેરે.

التصنيفات

નેક અમલ કરવાની મહ્ત્વતા, અંગો દ્વારા થતા અમલોની મહ્ત્વતા