હે કાકા ! તમે એક વાક્ય લા ઇલાહ ઇલ્લલ્લાહ કહી દો, જેથી હું અલ્લાહ સામે આ વાક્ય દ્વારા તમારા પ્રત્યે ગવાહી આપી શકું

હે કાકા ! તમે એક વાક્ય લા ઇલાહ ઇલ્લલ્લાહ કહી દો, જેથી હું અલ્લાહ સામે આ વાક્ય દ્વારા તમારા પ્રત્યે ગવાહી આપી શકું

સઇદ બિન મુસય્યિબ રહિમહુલ્લાહ રિવાયત કરે છે, તેઓ તેમના પિતાથી રિવાયત કરે છે, તેમણે કહ્યું: જ્યારે અબૂ તાલિબના મૃત્યુનો સમય નજીક આવ્યો, તો નબી ﷺ તેમની પાસે આવ્યા, તે સમયે તેમની પાસે અબૂ જહલ અને અબ્દુલ્લાહ બિન અબી ઉમય્યહ હાજર હતા, નબી ﷺએ કહ્યું: «હે કાકા ! તમે એક વાક્ય લા ઇલાહ ઇલ્લલ્લાહ કહી દો, જેથી હું અલ્લાહ સામે આ વાક્ય દ્વારા તમારા પ્રત્યે ગવાહી આપી શકું», અબૂ જહલ અને અબ્દુલ્લાહ બિન ઉમય્યહએ કહ્યું: અબૂ તાલિબ શું તમે પોતાના પૂર્વજ અબ્દુલ મુત્તલિબના દીનથી ફરી જશો? નબી ﷺ સતત આ વાક્ય તેમને કહેતા ગયા, તે બંને પણ પોતાની વાત વારંવાર કહેતા રહ્યા, છેવટે અબૂ તાલિબાનો અંતિમ નિર્ણય એ હતો કે તેઓ પોતાના પૂર્વજ અબ્દુલ મુત્તલિબના દીન પર જ છે, તેમણે લા ઇલાહ ઇલ્લલ્લાહ કહેવાથી ઇન્કાર કરી દીધો, ફરી નબી ﷺએ કહ્યું «જ્યાં સુધી મને રોકવામાં નહીં આવે ત્યાં સુધી હું તમારા માટે ઇસ્તિગફાર કરતો રહીશ», તો અલ્લાહ તઆલાએ આ આયત ઉતારી:{પયગંબર અને બીજા મોમિનો માટે યોગ્ય નથી કે તેઓ મુશરિકો માટે માફીની દુઆ કરે} [અત્ તૌબા: ૧૧૩], અને અલ્લાહ તઆલાએ અબૂ તાલિબા વિશે નબી ﷺને જણાવ્યું: {(હે પયગંબર) તમે જેને ઇચ્છો હિદાયત પર નથી લાવી શક્તા, પરંતુ અલ્લાહ તઆલા જ જેને ઇચ્છે, હિદાયત પર લાવે છે} [અલ્ કસસ: ૫૬].

[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)] [મુત્તફકુન્ અલયહિ]

الشرح

નબી ﷺ પોતાના કાકા અબૂ તાલિબ પાસે આવ્યા, જ્યારે તેમના મૃત્યુનો સમય નજીક હતો, તો નબી ﷺએ કહ્યું: હે કાકા ! "લા ઇલાહ ઇલ્લલ્લાહ" કહો, આ શબ્દ દ્વારા હું અલ્લાહ પાસે તમારા માટે ગવાહી આપીશ, તો અબૂ જહલ અને અબ્દુલ્લાહ બિન અબી ઉમય્યહ બન્નેએ કહ્યું: હે અબુ તાલીબ ! શું તમે અબ્દુલ મુત્તલિબનો દીન છોડી દેશો?! અને તેઓ મૂર્તિઓની પૂજા કરતા હતા, બરાબર તેઓ આ વાક્ય તેમને કહેતા રહ્યા અહીં સુધી કે અબુ તાલિબના છેલ્લા શબ્દો તે હતા કે તેઓ અબ્દુલ્ મુત્તલિબના દીન પર છે, જે શિર્ક અને મૂર્તિ પૂજાની ઈબાદત પર આધારિત હતો, તો નબી ﷺએ કહ્યું: હું તમારા માટે અલ્લાહ પાસે મગફિરત (માફી)ની દુઆ કરતો રહીશ,જ્યાં સુધી મને મારો પાલનહાર નહીં રોકે, તો અલ્લાહએ આ આયત ઉતારી: {પયગંબર અને બીજા મોમિનો માટે યોગ્ય નથી કે તેઓ મુશરિકો માટે માફીની દુઆ કરે, ભલેને તેમના નજીકના સંબંધી કેમ ન હોય ? જ્યારે કે એ સ્પષ્ટ આદેશ આવી ગયો છે કે મુશરિક લોકો જહન્નમી છે} [અત્ તૌબા: ૧૧૩], અને અબુ તાલિબ વિશે આ આયત ઉતરી: {હે પયગંબર) તમે જેને ઇચ્છો હિદાયત પર નથી લાવી શક્તા, પરંતુ અલ્લાહ તઆલા જ જેને ઇચ્છે, હિદાયત પર લાવે છે, હિદાયતવાળાઓને તે ખૂબ સારી રીતે જાણે છે}. [અલ્ કસસ: ૫૬], જેને તમે ઇચ્છતા હોવ તેને હિદાયતના માર્ગે લાવી નથી શકતા, તમારું કામ તો ફક્ત પહોંચાડી દેવાનું છે, અલ્લાહ જેને ઈચ્છે હિદાયત આપે છે.

فوائد الحديث

મુશરિક લોકો માટે ઇસ્તિગફાર (માફી માંગવી)હરામ છે, ભલેને સંબંધી હોય, તેમનું કામ અથવા કોઈ પણ ભલાઈ હોય.

પથભ્રષ્ટ વડીલો અથવા પૂર્વજોના ખોટા માર્ગનું અનુસરણ કરવું તે અજ્ઞાનતાના સમયના લોકોનો અમલ છે.

નબી ﷺની સંપૂર્ણ દયા, અને લોકોને દઅવત આપવાની અને તેમને હિદાયતના માર્ગ તરફ લાવવા પ્રત્યે આતુરતા.

આ હદીષ દ્વારા તે લોકોની વાતનો રદ કરવામાં આવે છે, જે લોકો દાવો કરે છે કે અબૂ તાલીબે ઇસ્લામ કબૂલ કરી લીધો હતો.

કાર્યોનો આધાર તેના અંતિમ તબક્કા પર આધારિત હોય છે.

નબી ﷺ અથવા લોકો પ્રત્યે એવું સમજવું કે તેઓ ફાયદો અને નુકસાન પહોંચાડી શકે છે, તો આ હદીષમાં આ વાતનું ખંડન કરવામાં આવ્યું છે.

જે વ્યક્તિ ઇલ્મ, યકીન અને માન્યતા સાથે "લા ઇલાહ ઇલ્લ્લ્લાહ" કહેશે તે ઇસ્લામમાં પ્રેવશ પામશે.

ખરાબ લોકો અને ખરાબ સાથીઓથી માનવીને કેટલું નુકસાન પહોંચી શકે છે.

"લા ઇલાહ ઇલ્લલ્લાહ" શબ્દનો અર્થ: મૂર્તિઓની, વલીઓની, અને નેક લોકોની ઈબાદત છોડી ફક્ત એક અલ્લાહની ઈબાદત કરવી, અને આ શબ્દનો અર્થ મુશરિક લોકો સારી રીતે જાણે છે.

જો આશા હોય કે મુશરીક બીમાર ઇસ્લામનો સ્વીકાર કરી લેશે તો તેની મુલાકાત માટે જઈ શકાય છે.

હિદાયતની તૌફીક આપવી ફક્ત એક અલ્લાહના હાથમાં છે, જેનો કોઈ ભાગીદાર નથી, અને નબી ﷺની જવાબદારી ફક્ત લોકોને માર્ગદર્શન આપવું અને સંદેશો પહોંચાડવાની છે.

التصنيفات

કુરઆનની તફસીર, અલ્લાહ તરફ બોલાવવા