તમારા માંથી કોઈ વ્યક્તિ પોતાના ભાઈ સાથે મુલાકાત કરે, તો તેને સલામ કરે, પછી જો તેમની વચ્ચે વૃક્ષ અથવા દિવાલ અથવા…

તમારા માંથી કોઈ વ્યક્તિ પોતાના ભાઈ સાથે મુલાકાત કરે, તો તેને સલામ કરે, પછી જો તેમની વચ્ચે વૃક્ષ અથવા દિવાલ અથવા પથ્થર આવી જાય ફરી બીજી વાર મુલાકાત કરે તો ફરી સલામ કરે

અબુ હુરૈરહ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત છે કે અલ્લાહના પયગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «તમારા માંથી કોઈ વ્યક્તિ પોતાના ભાઈ સાથે મુલાકાત કરે, તો તેને સલામ કરે, પછી જો તેમની વચ્ચે વૃક્ષ અથવા દિવાલ અથવા પથ્થર આવી જાય ફરી બીજી વાર મુલાકાત કરે તો ફરી સલામ કરે».

[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)] [આ હદીષને ઈમામ અબૂ દાવૂદ રહિમહુલ્લાહએ રિવાયત કરી છે]

الشرح

આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ એક મુસલમાનને પ્રોત્સાહિત કરી રહ્યા છે કે તે જ્યારે પણ બીજા મુસલમાન ભાઈ સાથે મુલાકાત કરે તો તેને સલામ કરે, ભલેને તેઓ એક સાથે ચાલી રહ્યા હોય, અને ચાલતા ચાલતા રોકાઈ જાય, જેવુ કે વૃક્ષ, દિવાલ અથવા કોઈ મોટો પથ્થર, પછી જો તે બન્ને પાછા મળે તો બીજી વાર સલામ કરે.

فوائد الحديث

સલામને ફેલાવવું મુસ્તહબ છે, જ્યારે પણ સ્થિતિ બદલાય તો ફરીવાર સલામ કહેવું જાઈઝ છે.

સલામ જેવી સુન્નતને ફેલાવવા માટે અને વધુમાં વધુ સલામ કરવા બાબતે આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની તીવ્ર આતુરતા; કારણકે સલામના કારણે મુસલમાનોમાં મોહબ્બત અને સ્નેહ વધે છે.

અસ્ સલામુ અર્થાત્ આ શબ્દો વડે સલામ કરવામાં આવે, (અસ્ સલામુ અલયકુમ) અથવા (અસ્સલામુ અલયકુમ વરહમતુલ્લાહિ વ બરકાતુહુ), હાથ મિલાવ્યા વગર, જેવું કે પ્રથમ મુલાકાત વખતે હાથ મેલવવામાં આવ્યો હતો.

સલામ એક પ્રકારની દુઆ છે, અને એક મુસલમાનને એકબીજાની દુઆની જરૂર હોય છે, ભલેને તે વારંવાર કરવામાં આવે.

التصنيفات

સલામ તેમજ પરવાનગી લેવાના આદાબ