?મારી કોમના દરેક લોકોને માફ કરી દેવામાં આવશે, સિવાય તે લોકોના જેઓ જાહેરમાં ગુનાહ કરે છે

?મારી કોમના દરેક લોકોને માફ કરી દેવામાં આવશે, સિવાય તે લોકોના જેઓ જાહેરમાં ગુનાહ કરે છે

અબૂ હુરૈરહ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેઓ કહે છે કે મેં નબી ﷺને કહેતા સાંભળ્યા: «મારી કોમના દરેક લોકોને માફ કરી દેવામાં આવશે, સિવાય તે લોકોના જેઓ જાહેરમાં ગુનાહ કરે છે, જાહેરમાં ગુનાહ કરવાનો એક પ્રકાર એ પણ છે કે કોઈ વ્યક્તિ રાત્રે ગુનોહ કરે અને એવી સ્થિતિમાં સવાર કરે કે અલ્લાહએ તેના ગુનાહ પર પડદો કરી રાખ્યો હોય, અને તે કોઈને કહે કે હે ફલાણા ! મેં કાલે રાત્રે આ ગુનોહ કર્યો છે, જ્યારે કે તેના ગુનાહ પર અલ્લાહએ પડદો કરી રાખ્યો હતો, પરંતુ સવારે તે પોતે તે પડદાને ખોલી નાખે છે».

[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)] [મુત્તફકુન્ અલયહિ]

الشرح

આ હદીષમાં નબી ﷺએ જણાવ્યું કે ગુનાહ કરનાર મુસલમાન અલ્લાહની માફી અને તેની મગફિરતને પાત્ર છે, સિવાય જે લોકો અહમ અને ઘમંડ કરતા ગુનાહ કરતા હોય, તે માફીને પાત્ર નથી, એવી રીતે કે રાત્રે ગુનોહ કરે, અને પછી તે એ સ્થિતિમાં સવાર કરે છે કે અલ્લાહએ તેના ગુનાહ પર પડદો કરી દીધો છે, તો પણ તે પોતાના ગુનાહ બીજા વ્યક્તિને કહે છે કે મેં ગઈકાલ રાત્રે આ ગુનોહ કર્યો છે, જો કે તેના ગુનાહ પર અલ્લાહએ પડદો કરી રાત પસાર કરાવી, અને સવારે તેણે પોતે જ તે ગુનાહને જાહેર કરી દે છે!!

فوائد الحديث

જે ગુનાહ પર અલ્લાહએ પડદો કરી રાખ્યો છે તે ગુનાહને જાહેર કરવા અત્યંત ખરાબ કાર્ય છે.

જાહેરમાં ગુનાહ (પાપ) કરવાથી મોમિનો વચ્ચે અશ્લીલતા ફેલાય છે.

જે ગુનાહ (પાપ)ને અલ્લાહએ દુનિયામાં છુપાવી દીધા તેને આખિરતમાં પણ છુપાવી લેશે, અને આ અલ્લાહની પોતાના બંદાઓ પર વિશાળ કૃપાનું એક ઉદાહરણ છે.

જે કોઈ વ્યક્તિ ગુનાહ (પાપ) માં સપડાયેલો હોય તો તેણે તેને છુપાવી લેવો જોઈએ અને તેના પર તૌબા કરવી જોઈએ.

આ હદીષમાં તે લોકોના ગુનાહની ભયાનકતા વર્ણન કરવામાં આવી છે જેઓ ગુનાહ કરી તેને જાહેર કરે છે, અને પોતાને અલ્લાહની ભવ્ય માફીથી વંચિત રાખે છે.

التصنيفات

ગુનાહની નિંદા