?સવાર વ્યક્તિ ચાલતા વ્યક્તિને અને ચાલતો વ્યક્તિ બેઠેલા વ્યક્તિને સલામ કરશે અને નાનું જૂથ મોટા જૂથને સલામ કરે

?સવાર વ્યક્તિ ચાલતા વ્યક્તિને અને ચાલતો વ્યક્તિ બેઠેલા વ્યક્તિને સલામ કરશે અને નાનું જૂથ મોટા જૂથને સલામ કરે

અબૂ હુરૈરહ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે કે નબી ﷺએ કહ્યું: «સવાર વ્યક્તિ ચાલતા વ્યક્તિને અને ચાલતો વ્યક્તિ બેઠેલા વ્યક્તિને સલામ કરશે અને નાનું જૂથ મોટા જૂથને સલામ કરે».

[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)] [મુત્તફકુન્ અલયહિ]

الشرح

આ હદીષમાં નબી ﷺએ લોકોને સલામ કરવાના અદબ તરફ માર્ગદર્શન આપ્યું કે "અસ્સલામુ અલયકુમ વરહમતુલ્લાહિ વબરકાતુહુ", તો યુવાન વ્યક્તિ વૃદ્ધ વ્યક્તિને, સવાર વ્યક્તિ ચાલતા વ્યક્તિને, ચાલતો વ્યક્તિ બેઠેલા વ્યક્તિને અને નાનું જૂથ મોટા જૂથને સલામ કરે.

فوائد الحديث

હદીષમાં વર્ણવેલ પ્રમાણે સલામ કરવું મુસ્તહબ (સારું કાર્ય) છે, જો કોઈ ચાલતો વ્યક્તિ સવાર વ્યક્તિને સલામ કરે, એવી રીતે અન્ય વ્યક્તિ જો કરે તો તે જાઈઝ છે, પરંતુ તેઓ ઉત્તમ અને શ્રેષ્ઠ આદેશ વિરુદ્ધ અમલ કરી રહ્યા છે.

હદીસમાં દર્શાવેલ રીત પ્રમાણે સલામ કરવું તે પ્રેમ અને સંવાદિતાનું એક સ્ત્રોત છે.

જો તેઓ ઉલ્લેખિત બાબતોમાં સમાન હોય, તો તેમાં શ્રેષ્ઠ તે છે જે સલામ કરવામાં પહેલ કરે.

આ હદીષમાં શરીઅતની સપૂર્ણતા દર્શાવવામાં આવી છે; કારણકે તેમાં દરેક વર્ગની જરૂરત પ્રમાણે માર્ગદર્શન આપવામાં આવ્યું છે.

આ હદીષમાં સલામ કરવાના અદબો શીખવાડવામાં (શિષ્ટાચાર) આવ્યા છે , અને દરેકને તેના અધિકાર આપવામાં આવે.

التصنيفات

સલામ તેમજ પરવાનગી લેવાના આદાબ