રઝાઅત (સ્તનપાન) પણ તે રિશ્તા હરામ થઈ જાય છે, જે જન્મના કારણે હરામ હોય છે

રઝાઅત (સ્તનપાન) પણ તે રિશ્તા હરામ થઈ જાય છે, જે જન્મના કારણે હરામ હોય છે

આયશા રઝી અલ્લાહુ અન્હા રિવાયત કરે છે કે આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «રઝાઅત (સ્તનપાન) પણ તે રિશ્તા હરામ થઈ જાય છે, જે જન્મના કારણે હરામ હોય છે».

الشرح

આ હદીષમાં આપસલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ જણાવ્યું કે બીજી સ્ત્રીનું દૂધ પીવાથી, તે દરેક સંબંધો હરામ થઈ જાય છે, જે જન્મ અને વંશના કારણે હરામ છે, જેમ કે કાકા, મામા અને ભાઈ વગેરે, એવી જ રીતે સ્તનપાન પણ તે વસ્તુઓને હલાલ કરે છે જે જન્મના કારણે હલાલ હોય છે.

فوائد الحديث

આ હદીષ સ્તનપાન સંબંધિત આદેશો અને સૂચનાઓ અંગે એક સિદ્ધાંતનું સ્થાન ધરાવે છે.

ઈમામ ઈબ્ને હજર રહિમહુલ્લાહ અલ્લાહના પયગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમના આ કથન "રઝાઅત (સ્તનપાન) પણ તે રિશ્તા હરામ થઈ જાય છે, જે જન્મના કારણે હરામ હોય છે" વિશે કહે છે: અર્થાત્ સ્તનપાનના કારણે તે દરેક વસ્તુ હલાલ થઈ જાય છે, જે જન્મના કારણે હલાલ હોય છે, આ વાત પર ઇજમાઅ (સર્વસંમતિ) છે કે સ્તનપાનના કારણે લગ્ન અને તેને સંબધિત વસ્તુઓ હરામ થઈ જાય છે, સ્તનપાન કરનાર અને દૂધ પીવડાવનારના બાળકો વચ્ચે હુરમત (પ્રતિબંધતા) સ્થાપિત થાય છે, અને તેમને સબંધનું સ્થાન મળી જાય છે, જેના કારણે તેમને જોવા, તેમની સાથે સફર કરવો અને એકાંતમાં રહેવું હલાલ થઈ જાય છે, પરંતુ માતા વિશે અન્ય આદેશો જેવા કે એકબીજાના વારસ બનવું, ખર્ચ જરૂરી થવો, માલિક હોવાના કારણે આઝાદ થઈ જવું, સાક્ષી, બુદ્ધિ અને કિસાસને ખતમ કરવા જેવા અન્ય આદેશો સાબિત નથી થતા.

તે વાત સાબિત થાય છે કે સ્તનપાનના કારણે હમેંશા માટે લગ્ન હરામ થઈ જાય છે.

અન્ય હદીષો તે વાતનો પુરાવો આપે છે કે સ્તનપાન પાંચ વાર દૂધ પીવાથી સાબિત થાય છે, એ પણ ત્યારે જ્યારે દૂધ શરૂઆતના બે વર્ષોની અંદર જ પીવડાવવામાં આવે.

નસબના કારણે નીચે વર્ણવેલ સ્ત્રીઓ સાથે લગ્ન હરામ થાય છે, માતા, તેમાં નાની પણ શામેલ છે, ઉપર સુધી, દીકરીઓ તેમાં દીકરાઓ અને દીકરીઓની દીકરીઓનો પણ સમાવેશ થાય છે, નીચે સુધી, બહેનો, સગી હોય કે પછી બાપ શરીક હોય કે માતા શરીક હોય, ફોઈઓ તેમાં પિતાની સગી બહેનો તેમજ બાપ શરીક બહેનો અથવા માતા શરીક બહેનો, દાદાની બહેન પણ તેમાં શામેલ છે, ઉપર સુધી, માસીઓ, તેમાં માતાની સગી બહેનોની સાથે સાથે બાપ શરીક અથવા મા શરીક બહેનોનો પણ સમાવેશ થાય છે, એવી જ રીતે દાદીઓની સગી બહેનો પણ શામેલ છે, બાપ શરીક અથવા મા શરીક હોય, ઉપર સુધી, ભાઈની દીકરીઓ અને બહેનની દીકરીઓ તેમાં તેમની દીકરીઓ પણ શામેલ છે નીચે સુધી.

સ્તનપાન તેમાં તે દરેક સ્ત્રીઓ સાથે લગ્ન હરામ છે, જે વંશના કારણે હરામ છે, બસ તેમાં પાલક ભાઈની માતા અને પાલક પુત્રની બહેનો અલગ છે, તેમની સાથે લગ્ન કરવા હરામ નથી.

التصنيفات

અર્ રઝાઅ