શું હું તમને એ મિશન પર મોકલું, જે મિશન માટે અલ્લાહના રસૂલ ﷺ એ મને મોકલ્યો હતો? (નબી ﷺ એ મને આ માર્ગદર્શન આપી મોકલ્યો)…

શું હું તમને એ મિશન પર મોકલું, જે મિશન માટે અલ્લાહના રસૂલ ﷺ એ મને મોકલ્યો હતો? (નબી ﷺ એ મને આ માર્ગદર્શન આપી મોકલ્યો) કે કોઈ પ્રતિમા (મૂર્તિ) જોવો તો તેને છોડશો નહીં (મિટાવી દેજો) અને જે ઊંચી કબર જોવો તેને જમીન બરાબર કરી દેજો

અબુ હય્યાજ અલ્ અસદી કહે છે: અલી રઝી અલ્લાહુ અન્હુએ મને કહ્યું: શું હું તમને એ મિશન પર મોકલું, જે મિશન માટે અલ્લાહના રસૂલ ﷺ એ મને મોકલ્યો હતો? (નબી ﷺ એ મને આ માર્ગદર્શન આપી મોકલ્યો) કે કોઈ પ્રતિમા (મૂર્તિ) જોવો તો તેને છોડશો નહીં (મિટાવી દેજો) અને જે ઊંચી કબર જોવો તેને જમીન બરાબર કરી દેજો.

[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)] [આ હદીષને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ રિવાયત કરી છે]

الشرح

નબી ﷺ એ સહાબાઓને આદેશ આપ્યો હતો કે એક પણ પ્રતિમા (મૂર્તિ) છોડશો નહીં, હદીષમાં «તિમ્ષાલન્» શબ્દનો ઉપયોગ થયો જેનો અર્થ પ્રાણ વાળી વસ્તુનું ચિત્ર, ભલે તે આકાર વાળી હોય કે ન હોય. અને ન તો કોઈ ઊંચી કબર ને છોડશો, પરંતુ તેને જમીન બરાબર કરી દેજો, અને તેના પર ઇમારત હોય તો તેને તોડી નાખજો, અને તેને જમીન બરાબર સ્થિર કરી દેજો, કબર જમીનથી સહેજ પણ ઊંચી ન હોવી જોઈએ, પરંતુ એક વેંત બરાબર હશે તો ચાલી જશે.

فوائد الحديث

સજીવ પ્રાણીઓના ચિત્ર પર રોક લગાવી છે; કારણકે તે શિર્કનો સ્ત્રોત બની શકે છે.

જેમની પાસે આવું કરવાની સત્તા અથવા ક્ષમતા હોય તેના માટે હાથ વડે આ દુષ્ટતાને દૂર કરવી જાઈઝ છે.

નબી ﷺ અજ્ઞાનતાના સમયની નિશાનીઓ દૂર કરવાની આતુરતા, જેવી કે પ્રતિમા, મૂર્તિઓ અને કબર પર બનાવવામાં આવતી ઇમારતો.

التصنيفات

તૌહીદે ઉલુહિયત