إعدادات العرض
અને આ પ્રકારના કોઈ રોઝા નથી કે તમે કોઈ દિવસ છોડ્યા વગર સતત રોઝા રાખો, પરંતુ (દર મહિને) ત્રણ રોઝા રાખવા સંપૂર્ણ જીવન…
અને આ પ્રકારના કોઈ રોઝા નથી કે તમે કોઈ દિવસ છોડ્યા વગર સતત રોઝા રાખો, પરંતુ (દર મહિને) ત્રણ રોઝા રાખવા સંપૂર્ણ જીવન માટે પૂરતા થઈ જશે
અબ્દુલ્લાહ બિન અમ્ર બિન આસ રઝી અલ્લાહુ અન્હુમા રિવાયત કરે છે, તેમણે કહ્યું: નબી ﷺએ કહ્યું: «શું તમે સતત રોઝા રાખો છો અને સંપૂર્ણ રાત ઈબાદત કરો છો?», મેં કહ્યું: હા, તો નબી ﷺએ કહ્યું: «જો તમે આમ જ કરતાં રહેશો, તો તમારી આંખો અંદર જતી રહેશે અને તમે કમજોર થઈ જશો, અને આ પ્રકારના કોઈ રોઝા નથી કે તમે કોઈ દિવસ છોડ્યા વગર સતત રોઝા રાખો, પરંતુ (દર મહિને) ત્રણ રોઝા રાખવા સંપૂર્ણ જીવન માટે પૂરતા થઈ જશે», મેં કહ્યું: હું તેના કરતાં પણ વધુ શક્તિ ધરાવું છું, તો નબી ﷺએ કહ્યું: «તો તમે દાવૂદ અલૈહિસ્ સલામના રોઝા રાખો, તેઓ એક દિવસ રોઝો રાખતા હતા અને બીજા દિવસે ન હતા રાખતા, અને જ્યારે દુશ્મન સાથે સામનો થતો તો ભાગી નહતા જતાં».
الترجمة
العربية Bosanski English Español فارسی Français Bahasa Indonesia Русский Türkçe اردو 中文 हिन्दी ئۇيغۇرچە Hausa Kurdî Português සිංහල Kiswahili অসমীয়া Tiếng Việtالشرح
નબી ﷺ પાસે ખબર પહોંચી કે અબ્દુલ્લાહ બિન અમ્ર બિન આસ રઝી અલ્લાહુ અન્હુમા સતત રોઝા રાખે છે અને સંપૂર્ણ વર્ષ દરમિયાન એક પણ રોઝો છોડતા નથી, અને સંપૂર્ણ રાત નમાઝ પઢે છે, અને સૂતા પણ નથી, તો તેમને આમ કરવાથી રોક્યા, અને કહ્યું, રોઝા પણ રાખો અને તેને છોડો પણ અને નમાઝ પણ પઢો અને સૂઈ પણ જાઓ. અને તેમને સતત રોઝા રાખવાથી અને સંપૂર્ણ રાત નમાઝ પઢવાથી રોક્યા, અને તેમને કહ્યું: જો તમે આમ જ કરતાં રહેશો, તો તમારી આંખો કમજોર થઈ જશે અને તે નષ્ટ થઈ અંદર જતી રહેશે, અને તમારું શરીર થાકી જશે, રોઝા સંપૂર્ણ વર્ષના નથી; કારણકે તેની પ્રતિબંધતાના કારણે તેનો સવાબ પ્રાપ્ત નહીં થાય, અને તેમણે રોઝા ન હતા છોડ્યા. ફરી તેમને દર મહિને ત્રણ રોઝા રાખવાની ભલામણ કરી, અને તે સંપૂર્ણ વર્ષ માટે પૂરતા થઈ જશે; કારણકે એક દિવસનો હિસાબ દસ દિવસનો ગણાશે, અને આ નેકીઓને સૌથી નીચો દરજ્જો છે. તો અબ્દુલ્લાહ રઝી અલ્લાહુ અન્હુએ કહ્યું: હું તેના કરતાં પણ વધુ શક્તિ ધરાવું છું. તો નબી ﷺએ કહ્યું: તો તમે દાવૂદ અલૈહિસ્ સલામના રોઝા પ્રમાણે રોઝા રાખો, તેઓ એક દિવસ રોઝો રાખતા અને બીજા દિવસે નહતા રાખતા, અને તેઓ દુશ્મનને જોઈ નાસી નહતા જતાં; કારણકે તેમનો જે રોઝા રાખવાનો તરીકો હતો તેનાથી તેમનું શરીર કમજોર ન હતું થતું.فوائد الحديث
દર મહિને ફક્ત ત્રણ રોઝા રાખવા તે સંપૂર્ણ વર્ષના રોઝા ગણાશે, કારણકે એક નેક અમલનો બદલો દસ ઘણો આપવામાં આવે છે, તેથી તે ત્રીસ દિવસના રોઝા થઈ જાય છે, બસ જ્યારે તે દર મહિને ત્રણ રોઝા રાખી લે છે તો તો રોઝા સંપૂર્ણ વર્ષ માટે પૂરતા થઈ જાય છે.
અલ્લાહ તરફ દાવત આપવાના તરિકા માંથી એ કે અમલ સાથે તેના સવાબનો પણ ઉલ્લેખ કરવામાં આવે.
ઈમામ ખત્તાબી રહિમહુલ્લાહએ કહ્યું: અબ્દુલ્લાહ બિન અમ્રના કિસ્સાની સમજૂતી એ કે અલ્લાહ તઆલા ફક્ત પોતાના બંદા પાસે એક રોઝાની ઈબાદત જ નથી ઈચ્છતો પરંતુ તે ઈચ્છે છે કે બંદો દરેક પ્રકારની ઈબાદત કરે, જો તે એક જ ઈબાદતમાં લાગેલો રહેશે તો તે થાકી જશે અને બીજા કાર્યોમાં આળસ કરશે, તો શ્રેષ્ઠ એ છે બીજા કાર્યો કરવા માટે શક્તિને બાકી રાખવા માટે તેમને દાવૂદ અલૈહિસ્ સલામની વાત તરફ ઈશારો કર્યો: "તેઓ દુશ્મનને જોઈ નાસી ન હતા જતાં"; કારણકે તેઓ રોઝા છોડવાના કારણે યુદ્ધ કરવા માટે શક્તિ ધરાવતા હતા.
આ હદીષમાં ઊંડાણ પૂર્વક ઈબાદતમાં વ્યસ્ત થઈ જવાથી રોક્યા છે, અને નેકી સુન્નત પર અમલ કરવા પર પ્રાપ્ત થાય છે.
જુમહૂર આલિમોના મતે સંપૂર્ણ વર્ષના રોઝા રાખવા યોગ્ય નથી, અને જો તે ઈબાદત તેના પર હાવી થઈ જાય અને તેનાથી તેને નુકસાન પહોંચે તો તે તેના માટે હરામ થઈ જાય છે, બસ તેણે પોતાના પયગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની સુન્નત અપનાવવી જોઈએ, અને તે અકીદો રાખે કે નબીની સુન્નત કરતાં વધુ કોઈ પણ વસ્તુ શ્રેષ્ઠ નથી.
التصنيفات
નફીલ રોઝા