કારણકે તેણે કોઈ દિવસ એવું નથી કહ્યું: હે મારા પાલનહાર ! કયામતના દિવસે મારા ગુનાહો માફ કરી દે

કારણકે તેણે કોઈ દિવસ એવું નથી કહ્યું: હે મારા પાલનહાર ! કયામતના દિવસે મારા ગુનાહો માફ કરી દે

આયશા રઝી અલ્લાહુ અન્હા રિવાયત કરે છે, તેઓ કહે છે: મેં કહ્યું: હે અલ્લાહના રસૂલ ! જુદઆનનો પુત્ર અજ્ઞાનતાના સમયે સંબંધ જોડતો હતો (સગા વહાલા સાથે સારો વ્યવહાર કરતો હતો), ગરીબોને ખાવાનું ખવડાવતો હતો, શું આ કાર્ય તેને કોઈ ફાયદો પહોંચાડશે? નબી ﷺ એ કહ્યું: «તેને કોઈ ફાયદો નહીં પહોંચે, કારણકે તેણે કોઈ દિવસ એવું નથી કહ્યું: હે મારા પાલનહાર ! કયામતના દિવસે મારા ગુનાહો માફ કરી દે».

[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)] [આ હદીષને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ રિવાયત કરી છે]

الشرح

આ હદીષમાં નબી ﷺ એ જણાવ્યું કે અબ્દુલ્લાહ બિન જુદઆન જે ઇસ્લામ પહેલા કુરૈશના સરદારો માંથી હતો, તેના સારા કાર્યો, જેવાકે: તે સગા સંબંધીઓ સાથે સારો વ્યવહાર કરતો હતો, ગરીબોને ખાવાનું ખવડાવતો હતો, વગેરે જેવા જેના વિષે ઇસ્લામે પ્રોત્સાહિત કર્યા છે, આ કાર્યો તેને આખિરતમાં કોઈ ફાયદો નહીં પહોંચાડે, કારણકે તે અલ્લાહની સાથે કુફ્ર કરતો હતો, અને તેને કોઈ દિવસ પણ એવું નથી કહ્યું: હે મારા પાલનહાર ! કયામતના દિવસે મારા ગુનાહો માફ કરી દે.

فوائد الحديث

આ હદીષમાં ઈમાનની મહત્ત્વતા વર્ણન કરવામાં આવી છે કે તે અમલ કબૂલ થવાની એક શરત છે.

કુફ્રની પથભ્રષ્ટતાનું વર્ણન કે તે સારા કાર્યોને પણ બરબાદ કરી દે છે.

અલ્લાહ અને આખિરતના દિવસ પર ઈમાન ન રાખવાના કારણે કાફિરોને તેમના સારા કાર્યો કોઈ પણ ફાયદો નહીં પહોંચાડે.

જો કાફિર ઇસ્લામ અપનાવી લે તો તેના સારા કાર્યો ગણવામાં આવશે અને તેને તેનો સવાબ પણ આપવામાં આવશે.

التصنيفات

અલ્ ઇસ્લામ, કુફ્ર