?તમારા માંથી કોઈની પાસે શૈતાન આવે છે અને તેને સવાલ કરે છે કે ફલાણી વસ્તુ કોણે પેદા કરી? ફલાણી વસ્તુ કોણે પેદા કરી?…

?તમારા માંથી કોઈની પાસે શૈતાન આવે છે અને તેને સવાલ કરે છે કે ફલાણી વસ્તુ કોણે પેદા કરી? ફલાણી વસ્તુ કોણે પેદા કરી? અને છેલ્લે વાત અહીં સુધી પહોંચાડે છે કે તમારા પાલનહારને કોણે પેદા કર્યો? જો કોઈને આ પ્રમાણે વસ્વસો આવે તો તેણે અલ્લાહથી પનાહ માંગવી જોઈએ અને તે આ પ્રકારના શૈતાની વિચારને છોડી દે

અબૂ હુરૈરહ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે કે નબી ﷺ એ કહ્યું: «તમારા માંથી કોઈની પાસે શૈતાન આવે છે અને તેને સવાલ કરે છે કે ફલાણી વસ્તુ કોણે પેદા કરી? ફલાણી વસ્તુ કોણે પેદા કરી? અને છેલ્લે વાત અહીં સુધી પહોંચાડે છે કે તમારા પાલનહારને કોણે પેદા કર્યો? જો કોઈને આ પ્રમાણે વસ્વસો આવે તો તેણે અલ્લાહથી પનાહ માંગવી જોઈએ અને તે આ પ્રકારના શૈતાની વિચારને છોડી દે».

[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)] [મુત્તફકુન્ અલયહિ]

الشرح

આપ ﷺ એ શૈતાન તરફથી મોમિનના દિલમાં કરવામાં આવતા સવાલોના ઠોસ જવાબ વર્ણન કર્યા છે, શૈતાન કહે છે: ફલાણી વસ્તુ કોણે પેદા કરી? આકાશ કોણે બનાવ્યું? જમીન કોણે બનાવી? એક મોમિનવ્યક્તિ, દીન, ફિતરત (પ્રાકૃતિક) , તાર્કિક જવાબ આપતા કહે છે કે અલ્લાહ, પરંતુ શૈતાન અહીં સુધી બસ નથી કરતો તેના વસ્વસાની સીમા પાર કરતા કહે છે: તમારા પાલનહારને કોણે પેદા કર્યો? આ પ્રમાણેના વસ્વસાથી બચવા માટે ત્રણ સૂચનાઓ આપવામાં આવી છે: અલ્લાહ પર ઈમાન (મજબૂત) કરીને. શૈતાનથી અલ્લાહની પનાહ માંગવી જોઈએ. તે જ ઘડી એ આ પ્રકારના વસ્વસાને અટકાવી દેવા જોઈએ.

فوائد الحديث

શૈતાન તરફથી આવતા વસ્વસા અને વિચારોથી મોઢું ફેરવવું અને તેના પર વિચાર ન કરવો જોઈએ અને તેને ખતમ કરવા માટે અલ્લાહ સામે વિનંતી કરવી જોઈએ.

માનવીના દિલમાં શરીઅત વિરુદ્ધ આવતા દરેક વિચારો શૈતાન તરફથી હોય છે.

અલ્લાહની ઝાતમાં વિચાર વિર્મશ કરવાથી બચવું જોઈએ અને તેની મખલૂક (સર્જન) અને નિશાનીઓ તેમજ કુદરત પર વિચાર વિમર્શ કરવો જોઈએ.

التصنيفات

સર્વ શ્રેષ્ઠ અલ્લાહ પર ઈમાન, અલ્ ઇસ્લામ, અલ્લાહનો ઝિકર કરવાના ફાયદા