?અલ્લાહ તઆલાએ (ઇસ્લામનું) ઉદાહરણ સિરાતે મુસ્તકીમ (સાચો માર્ગ) દ્વારા આપ્યું છે

?અલ્લાહ તઆલાએ (ઇસ્લામનું) ઉદાહરણ સિરાતે મુસ્તકીમ (સાચો માર્ગ) દ્વારા આપ્યું છે

નવ્વાસ બિન સમઆન અલ્ અન્સારી રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે કે નબી ﷺ એ કહ્યું: «અલ્લાહ તઆલાએ (ઇસ્લામનું) ઉદાહરણ સિરાતે મુસ્તકીમ (સાચો માર્ગ) દ્વારા આપ્યું છે, જેની બંને બાજુ બે દીવાલો છે, તે દીવાલોમાં બે અલગ લગ દરવાજાઓ છે અને દરેક દરવાજા પર પડદા પડેલા છે, એક પોકારવાવાળો તે માર્ગની શરૂઆતમાં ઉભો રહી પોકારી રહ્યો છે, હે લોકો ! તમે દરેક આ માર્ગ પર આવી જાવ, અને ઊંધા માર્ગ પર ન જાઓ, જ્યારે કોઈ વ્યક્તિ તે દરવાજાનો કોઈ પડદો ખોલવાની ઈચ્છા કરે છે તો તેના પર પોકારવાવાળો વ્યક્તિ કહે છે, તારા માટે નષ્ટતા છે, તું આ પડદો ન ખોલ, જો તું ખોલી નાખીશ તો અંદર દાખલ થઈ જઈશ, (અહીંયા સિરાતનો અર્થ) ઇસ્લામ છે અને બન્ને દિવારો અલ્લાહે નક્કી કરેલ હદ છે, અને જે ખુલ્લા દરવાજા છે: તે અલ્લાહ એ હરામ કરેલી વસ્તુઓ છે, અને તે પોકારવાવાળો જે માર્ગની શરૂઆત પર પોકારી રહ્યો છે: તે અલ્લાહની કિતાબ (કુરઆન મજીદ) છે, અને માર્ગની ઉપર પોકારવાવાળો: દરેક મુસલમાનના દિલમાં રહેલ નસીહત કરવાવાળો છે».

[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)] [આ હદીષને ઈમામ તિર્મિઝિ રહિમહુલ્લાહએ પણ રિવાયત કરી છે]

الشرح

આપ ﷺ એ જણાવ્યું: અલ્લાહ તઆલા ઇસ્લામ માટે સાચા માર્ગનું એક ઉદાહરણ વર્ણન કરે છે, જેમાં કોઈ ખોટો તેમજ વિકૃત માર્ગ નથી, તે માર્ગની બન્ને બાજુ સિમાઓ બનેલી છે અથવા બે દીવાલો બનેલી છે, જેણે ચારેય તરફથી ઘેરાવ કરેલો છે, તે બન્ને અલ્લાહ એ નક્કી કરેલ હદ છે, તે બન્ને દીવાલોમાં ખુલ્લા દરવાજા છે, જે અલ્લાહ તઆલા એ રોકેલ કાર્યો છે, અને તે દરવાજા પર પડદા પડેલા છે, જેના કારણે માર્ગ પર ચાલવાવાળાને અંદરની વસ્તુ નથી દેખાતી, અને માર્ગની શરૂઆતમાં એક શુભેચ્છુક બેઠેલો છે, જે તમને સાચા માર્ગ તરફ માર્ગદર્શન આપી રહ્યો છે, અને કહી રહ્યો છે કે આ તરફ ચાલો, આજુબાજુ ધ્યાન કરી ન ચાલશો, અને આ પોકારવાવાળો અલ્લાહની કિતાબ કુરઆન છે, અને એક બીજો પોકારવાવાળો જે રસ્તાની ઉપર બેઠો છે, અને જ્યારે પણ માર્ગ પર ચાલવાવાળાએ સહેજ પડદો ઉઠાવી તેમાં ઝાકવાનો પ્રયત્ન કર્યો, અને પડદો ઉઠાવવાની કોશિશ કરી તો તરત જ તેણે સચેત કરતા કહ્યું: તમારા માટે નષ્ટતા છે, આ પડદો ન ખોલશો અને જો તમે ખોલશો તો તમે અંદર દાખલ થઈ જશો અને તમે પોતાને અંદર દાખલ થવાથી રોકી નહીંશકો, આ શુભેચ્છુક મુસલમાન મોમિનના દિલમાં હોય છે, જે અલ્લાહ તરફથી નસીહત કરનાર છે.

فوائد الحديث

ઇસ્લામ જ સાચો દીન છે, અને તે જ સત્ય માર્ગ છે, જે માર્ગ આપણા સૌને જન્નત સુધી પહોંચાડે છે.

અલ્લાહની હદને જાણવી જરૂરી છે, જે કઈ હલાલ છે અને જે કઈ હરામ છે, અને જે કોઈ તેમાં સહેજ પણ આળસ કરશે તો નષ્ટતામાં પડી જશે.

કુરઆન મજીદની મહત્ત્વતા અને તેના પર અમલ કરવાની તાકીદ, તેમાં જ હિદાયત, નૂર અને સફળતા છુપાયેલી છે.

બંદાઓ પર અલ્લાહની રહેમત અને દયા કે તેણે મોમિનના હૃદયમાં જે કંઇ છુપાવીને રાખ્યું છે, તે જ તેને નષ્ટતાથી બચાવે છે અને સચેત કરે છે.

અલ્લાહ તઆલા એ પોતાના બંદાઓ માટે નષ્ટતામાં પડવાથી બચવા માટે સ્ત્રોત બનાવ્યા.

તાલિમ આપવાનો એક તરીકો કે વાત સ્પષ્ટ કરવા માટે ઉદાહરણ આપી સમજાવી શકાય છે.

التصنيفات

કુરઆન મજીદની મહ્ત્વતા, કુરઆન મજીદની મહ્ત્વતા, દિલમાં કરવામાં આવતા અમલો, દિલમાં કરવામાં આવતા અમલો, મનેચ્છાઓ અને લાલસાઓની નિંદા, મનેચ્છાઓ અને લાલસાઓની નિંદા