મૂર્તિઓ અને પોતાના પૂર્વજોની કસમો ન ખાઓ

મૂર્તિઓ અને પોતાના પૂર્વજોની કસમો ન ખાઓ

અબ્દુર્ રહમાન બિન સમુરહ રઝી અલ્લાહુ અન્હુ (અલ્લાહ તેમનાથી રાજી થાય) રિવાયત કરે છે, તેઓએ કહ્યું: નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ (તેમના પર દરૂદ અને સલામતી થાય)એ કહ્યું: «મૂર્તિઓ અને પોતાના પૂર્વજોની કસમો ન ખાઓ».

[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)] [આ હદીષને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ રિવાયત કરી છે]

الشرح

આ હદીષમાં નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ (તેમના પર દરૂદ અને સલામતી થાય)એ તાગૂતની કસમ ખાવાથી રોક્યા છે, અને તાગૂત તે મૂર્તિઓને કહે છે, જેને કાફિરો અલ્લાહ સિવાય પૂજે છે અને તેમની ઈબાદત કરે છે, અને તે જ તેમનું ગુમરાહ થવાનું અને કુફ્રનું કારણ છે. અને એવી જ રીતે નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ (તેમના પર દરૂદ અને સલામતી થાય)એ પોતાના બાપ દાદાઓની પણ કસમ ખાવાથી રોક્યા છે, અને તે અજ્ઞાનતાના સમયે અરબના લોકોની આદત હતી, અને તેઓ ગર્વ અને મહાનતા વર્ણન કરી પોતાના પૂર્વજોની કસમ ખાતા હતા.

فوائد الحديث

અલ્લાહ, તેના નામો અને ગુણો સિવાય અન્યની કસમ ખાવી જાઈઝ (યોગ્ય) નથી.

તાગૂત (મૂર્તિઓ) અને બાપ દાદાઓ અને અન્ય સરદારો તથા તેમના જેવા લોકોની કસમ ખાવી હરામ અને બાતેલ (અમાન્ય) છે.

અલ્લાહ સિવાય અન્યની કસમ ખાવી, તે શિર્કે અસગર (નાનું શિર્ક) છે, અને તે ક્યારેક શિર્કે અકબર (મોટું શિર્ક) પણ બની શકે છે, જ્યારે કસમ ખાવા વાળો વ્યક્તિ પોતાના દિલમાં તેમની એવી મહાનતા સાથે કસમ ખાઈ, જેવી મહાનતા ફક્ત અલ્લાહ માટે જ છે, અને તે એવો અકીદો રાખી તેમની કસમ ખાઈ કે તેઓ પણ અલ્લાહ સાથે ઈબાદતમાં ભાગીદાર છે ત્યારે તે શિર્કે અકબર બની જાય છે.

التصنيفات

તૌહીદે ઉલુહિયત