નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ અબૂ બકર અને ઉમર રઝી અલ્લાહુ અન્હુમા વિષે કહ્યું: «આ બંને નબીઓ અને પયગંબરો સિવાય આગળ…

નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ અબૂ બકર અને ઉમર રઝી અલ્લાહુ અન્હુમા વિષે કહ્યું: «આ બંને નબીઓ અને પયગંબરો સિવાય આગળ અને પાછલા દરેક વૃદ્ધ લોકોના સરદાર છે

અનસ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેમણે કહ્યું: નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ અબૂ બકર અને ઉમર રઝી અલ્લાહુ અન્હુમા વિષે કહ્યું: «આ બંને નબીઓ અને પયગંબરો સિવાય આગળ અને પાછલા દરેક વૃદ્ધ લોકોના સરદાર છે».

[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)] [આ હદીષને ઈમામ તિર્મિઝિ રહિમહુલ્લાહએ પણ રિવાયત કરી છે]

الشرح

આ હદીષમાં નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ જણાવ્યું કે અબૂ બકર અને ઉમર અલ્ ફારૂક રઝી અલ્લાહુ અન્હુમા પયગંબરો પછી શ્રેષ્ઠ લોકો માંથી છે, અને નબીઓ અને પયગંબરો પછી જન્નતમાં દાખલ થનાર લોકોમાં પણ સૌથી શ્રેષ્ઠ છે.

فوائد الحديث

અબૂ બકર અને ઉમર અલ્ ફારૂક રઝી અલ્લાહુ અન્હુમા નબીઓ અને પયગંબરો પછી શ્રેષ્ઠ લોકો માંથી છે.

જન્નતમાં વૃદ્ધ લોકો નહીં હોય, પરંતુ તેમાં તેત્રીસ વર્ષના લોકો દાખલ થશે, અહીંયા વૃદ્ધનો અર્થ તે જે લોકો દુનિયામાં વૃદ્ધ થઈ મૃત્યુ પામ્યા, અથવા આ હદીષનો અર્થ એ કે તેઓ દુનિયામાં કઈ સ્થિતિમાં હતા.

التصنيفات

સહાબા રઝી અલ્લાહુ અન્હુમના દરજ્જા, સહાબા રઝી.ની મહ્ત્વતા