અત્યાચારી શાસક સામે ન્યાયની વાત કરવી એ સૌથી શ્રેષ્ઠ જિહાદનું એક સ્વરૂપ છે

અત્યાચારી શાસક સામે ન્યાયની વાત કરવી એ સૌથી શ્રેષ્ઠ જિહાદનું એક સ્વરૂપ છે

અબૂ સઈદ ખુદરી રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે કે નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ એ કહ્યું: «અત્યાચારી શાસક સામે ન્યાયની વાત કરવી એ સૌથી શ્રેષ્ઠ જિહાદનું એક સ્વરૂપ છે»

[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)] [આ હદીષને ઈમામ ઈબ્ને માજહ રહિમહુલ્લાહએ રિવાયત કરી છે - આ હદીષને ઈમામ તિર્મિઝિ રહિમહુલ્લાહએ પણ રિવાયત કરી છે - આ હદીષને ઈમામ અબૂ દાવૂદ રહિમહુલ્લાહએ રિવાયત કરી છે - આ હદીષને ઈમામ અહમદ રહિમહુલ્લાહએ રિવાયત કરી છે]

الشرح

આ હદીષમાં નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ જણાવ્યું કે સૌથી શ્રેષ્ઠ અને ઉત્તમ અલ્લાહ તઆલાના માર્ગમાં જિહાદ (યુદ્ધ) કરવાનો એક પ્રકાર અત્યાચારી શાસક અથવા જાલિમ પ્રમુખ સામે ન્યાય અને સત્ય વાત કરવી છે; કારણકે તેણે નેકી કરવાનો આદેશ અને બુરાઈને રોકવા જેવુ મહાન કામ કર્યું, ભલે તે ભાષણ દ્વારા હોય કે કોઈ લેખ દ્વારા અથવા કોઈ કાર્ય વડે હોય, જેના દ્વારા ફાયદો પ્રાપ્ત થાય અને બુરાઈને દૂર કરી શકાય.

فوائد الحديث

ભલાઈનો આદેશ આપવો અને બુરાઇથી રોકવું પણ જિહાદ જેવું એક કાર્ય છે.

હોદ્દેદાર વ્યક્તિને નસીહત કરવી સૌથી શ્રેષ્ઠ જિહાદનો પ્રકાર છે, પરંતુ આ કાર્ય ઇલ્મ, હિકમત અને અડગ રહી કરવામાં આવે.

ઈમામ ખત્તાબી રહિમહુલ્લાહએ કહ્યું: આ પ્રકારના જિહાદ (યુદ્ધ)ને સૌથી શ્રેષ્ઠ ગણવામાં આવ્યું છે; કારણકે જે વ્યક્તિ દુશ્મન વિરુદ્ધ યુદ્ધ કરે, તો તે આશા અને ભય વચ્ચે અચકાય છે, કે તે જીતશે કે પરાજિત થશે, અને બાદશાહના હાથમાં સંપૂર્ણ સત્તા હોય છે, એટલા માટે જે વ્યક્તિ તેની સામે સાચું બોલે અથવા તેને નેકીનો આદેશ આપે તો બાદશાહ તેને નુકસાન પહોંચાડી શકે છે, અથવા તો તેને નષ્ટ પણ કરી શકે છે, તેના પર ભયનું પ્રમાણ વધુ હોવાથી સૌથી શ્રેષ્ઠ જિહાદ ગણવામાં આવ્યું છે, અને કહેવામાં આવ્યું છે કે આ રીતે પણ સૌથી શ્રેષ્ઠ જિહાદની છે, કે જો બાદશાહ તે વાતનો સ્વીકાર કરી લે તો ઘણા લોકોને તેનો ફાયદો થશે.

التصنيفات

ભલાઈ તરફ બોલાવવા અને બુરાઈથી રોકવાઇ મહ્ત્વતા