અલ્લાહ તઆલા પોતાના બંદોઓની સૌથી નજીક રાતના છેલ્લા પહોરમાં હોય છે

અલ્લાહ તઆલા પોતાના બંદોઓની સૌથી નજીક રાતના છેલ્લા પહોરમાં હોય છે

અબૂ ઉમામહ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેઓએ કહ્યું: મને અમ્ર બિન અબસહ રઝી અલ્લાહુ અન્હુ જણાવ્યું કે તેમણે નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમને કહેતા સાંભળ્યા: «અલ્લાહ તઆલા પોતાના બંદોઓની સૌથી નજીક રાતના છેલ્લા પહોરમાં હોય છે, જો શક્ય હોય તો તમે પણ તે લોકો જેવા થઈ જાઓ, જેઓ રાતના છેલ્લા પહોરે ઉઠી અલ્લાહનો ઝિક્ર કરે છે, તો તમે પણ તેમના જેવા બની જશો».

[હસન] [આ હદીષને ઈમામ તિર્મિઝિ રહિમહુલ્લાહએ પણ રિવાયત કરી છે]

الشرح

આ હદીષમાં નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ જણાવી રહ્યા છે: નિઃશંક પાલનહાર પોતાના બંદાઓથી સૌથી નજીક રાતના અંતિમ પહોરમાં હોય છે, જો તમને તૌફિક મળે અને શક્તિ હોય -હે મોમિન - તો તમે ઈબાદત કરનાર લોકો, નમાઝ પઢનાર, ઝિક્ર કરનાર અને તૌબા કરનારની સાથે થઈ જાઓ, આ એવી વસ્તુ છે, જેના માટે પ્રયત્ન અને મહેનત કરવી જોઈએ.

فوائد الحديث

રાતના અંતિમ પહોરમાં ઉઠી ઝિક્ર કરવા બાબતે પ્રોત્સાહન.

ઝિકર, દુઆ અને નમાઝના સમયની મહત્ત્વતા.

મિરકએ કહ્યું: આ વાક્ય "પાલનહાર બંદાની સૌથી નજીક રાતના અંતિમ પહોરમાં હોય છે" અને આ વાક્ય: "પાલનહાર પોતાના બંદાની સૌથી નજીક સિજદાની સ્થિતિમાં હોય છે" બન્નેમાં ફરક એ છે કે પહેલામાં સમયનું વર્ણન છે, જેમાં અલ્લાહ બંદાની સૌથી નજીક હોય છે અને તે રાતનો અંતિમ સમય છે. અને બીજા વાક્યમાં બંદાની સ્થિતિનું વર્ણન છે, જે સ્થિતિમાં બંદો પોતાના પાલનહાર અલ્લાહની સૌથી નજીક હોય છે, અને તે સિજદાની સ્થિતિ છે.

التصنيفات

દુઆ કબૂલ થવા અને રદ થવાના કારણો