તે લોકો સૌથી દુષ્ટ લોકો હશે જેઓ કયામતના સમયે જીવિત હશે, અને તે લોકો પણ જેઓ કબરોને સિજદો કરવાની જગ્યા બનાવે છે

તે લોકો સૌથી દુષ્ટ લોકો હશે જેઓ કયામતના સમયે જીવિત હશે, અને તે લોકો પણ જેઓ કબરોને સિજદો કરવાની જગ્યા બનાવે છે

અબ્દુલ્લાહ બિન મસ્ઉદ રઝી અલ્લાહુ અન્હું રિવાયત કરે છે, તેઓ કહે છે કે મેં નબી ﷺ ને કહેતા સાંભળ્યા: «તે લોકો સૌથી દુષ્ટ લોકો હશે જેઓ કયામતના સમયે જીવિત હશે, અને તે લોકો પણ જેઓ કબરોને સિજદો કરવાની જગ્યા બનાવે છે».

[હસન] [આ હદીષને ઈમામ અહમદ રહિમહુલ્લાહએ રિવાયત કરી છે]

الشرح

આ હદીષમાં નબી ﷺ અત્યંત દુષ્ટ લોકો વિશે જણાવી રહ્યા છે કે જ્યારે કયામત આવશે અને જે લોકો જીવિત હશે, અને જેઓ કબરોને સિજદો કરવાની જગ્યા તેમજ ત્યાં નમાઝ પઢતા હશે.

فوائد الحديث

કબરો પર મસ્જિદ બનાવવી હરામ છે; કારણકે તે શિર્કનો પ્રબળ સ્ત્રોત છે.

કબર પર નમાઝ પઢવી હરામ છે, ભલેને ત્યાં કોઈ ઇમારત ન હોય; કારણકે મસ્જિદ એટલે સિજદો કરવાની જગ્યા, પછી ભલેને ત્યાં કોઈ ઇમારત ન હોય.

જે લોકો સદાચારી લોકોની કબરોને સિજદો કરવાનું મથક બનાવે છે તેઓ લોકોમાં સૌથી દુષ્ટ લોકો છે, ભલેને તેઓ દાવો કરતા હોય કે તેઓ અલ્લાહની નિકટતા પ્રાપ્ત કરવા માટે આવું કરી રહ્યા છે.

التصنيفات

કયામતની નિશાનીઓ