ગુલુ કરનારાઓ નષ્ટ થઈ ગયા

ગુલુ કરનારાઓ નષ્ટ થઈ ગયા

અબ્દુલ્લાહ બિન મસ્ઉદ રઝી. રિવાયત કરે છે, તેમણે કહ્યું: નબી ﷺ એ કહ્યું: «ગુલુ કરનારાઓ નષ્ટ થઈ ગયા» નબી ﷺ એ આ વાત ત્રણ વખત કહી.

[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)] [આ હદીષને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ રિવાયત કરી છે]

الشرح

આ હદીષમાં નબી ﷺ હિદાયત અને માર્ગદર્શન વિના ઉગ્રવાદીઓની નિરાશા અને હતાશા વિષે જણાવ્યું, કે તેઓએ પોતાના દીની અને દુન્યવી વાતો અને કાર્યોમાં શરીઅતની હદ વટાવી દીધી, જે શરીઅત નબી ﷺ લઈને આવ્યા હતા.

فوائد الحديث

દરેક કાર્યોમાં સખ્તી કરવી હરામ છે, અને તેનાથી બચવું જોઈએ ખાસ કરીને ઈબાદત અને નેક લોકોની પ્રસંશા બાબતે.

ઈબાદત અને અન્ય બાબતોમાં જે સૌથી શ્રેષ્ઠ છે તેને શોધવું પ્રશંસનીય કાર્ય છે, પરંતુ તેમાં પણ શરીઅતનું અનુસરણ કરવું જરૂરી છે.

કોઇ પણ મહત્વ પૂર્ણ વાતમાં ભાર મુકવો જાઈઝ છે; કારણકે નબી ﷺ એ એક જ વાત ત્રણ વખત વર્ણન કરી.

ઈસ્લામ એક સરળ અને ઉદાર દીન છે.

التصنيفات

તૌહીદે ઉલુહિયત