જે વ્યક્તિએ અલ્લાહના માર્ગમાં જિહાદ કરનાર વ્યક્તિ માટે સફરના સામાનની વ્યવસ્થા કરી, તો તેણે પણ જિહાદ કર્યું…

જે વ્યક્તિએ અલ્લાહના માર્ગમાં જિહાદ કરનાર વ્યક્તિ માટે સફરના સામાનની વ્યવસ્થા કરી, તો તેણે પણ જિહાદ કર્યું ગણાશે, અને જેણે અલ્લાહના માર્ગમાં જનાર વ્યક્તિના ઘરવાળાઓની સારી રીતે દેખરેખ કરી, તો તેણે પણ જિહાદ કર્યું એમ ગણાશે

ઝૈદ બિન ખાલિદ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે કે નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «જે વ્યક્તિએ અલ્લાહના માર્ગમાં જિહાદ કરનાર વ્યક્તિ માટે સફરના સામાનની વ્યવસ્થા કરી, તો તેણે પણ જિહાદ કર્યું ગણાશે, અને જેણે અલ્લાહના માર્ગમાં જનાર વ્યક્તિના ઘરવાળાઓની સારી રીતે દેખરેખ કરી, તો તેણે પણ જિહાદ કર્યું એમ ગણાશે».

[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)] [મુત્તફકુન્ અલયહિ]

الشرح

આ હદીષમાં નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ જણાવ્યું કે જે વ્યક્તિ અલ્લાહના માર્ગમાં જિહાદ કરનાર વ્યક્તિ માટે સફરનો સામાન, તેને જરૂર પડતા હથિયાર, સવારી, તેના ખાવાપીવાનો અને તેનો ખર્ચ વગેરેનો બંદોબસ્ત કરશે, તો ખરેખર તે પણ અલ્લાહના માર્ગમાં જિહાદ (યુદ્ધ) કરનારો જ છે, અને તેને તેનો સવાબ પણ જરૂર મળશે. એવી જ રીતે અલ્લાહના માર્ગમા જિહાદ (યુદ્ધ) કરનાર વ્યક્તિના ઘરવાળાઓની સારી રીતે દેખરેખ કરવી અને તેના નાયબ બનીને રહેવું, તો તે પણ જિહાદ (યુદ્ધ)ના હુકમમાં જ ગણવામાં આવશે.

فوائد الحديث

મુસલમાનોએ ભલાઈના કામોમાં એકબીજાનો સાથ આપવો જોઈએ, તેના પર પ્રોત્સાહિત કરવામાં આવ્યા છે.

ઈબ્ને હજર રહિમહુલ્લાહએ કહ્યું: આ હદીષમાં એક મુસલમાનને તે વ્યક્તિ સાથે સારો વ્યવહાર કરવાનો આદેશ આવ્યો છે, જે વ્યક્તિ મુસલમાન માટે ભલાઈના માર્ગ પર હોય, અથવા તેની ફરજો માંથી એક ફરજની જવાબદારી નિભાવી રહ્યો હોય.

સામાન્ય કાયદો: જે વ્યક્તિ અલ્લાહના આદેશોનું અનુસરણ કરનારની મદદ કરશે તો અલ્લાહ પણ તેને તેની માફક જ સવાબ આપશે અને તેના સવાબ માંથી કઈ પણ કમી નહીં કરે.

التصنيفات

જિહાદની મહ્ત્વતા