હું અને આપ ﷺ એક જ વાસણ માંથી ગુસલ (સ્નાન) કરતા, જ્યારે કે અમે બન્ને જુનુબી હતા, આપ ﷺ મને સરવાલ બાંધી લેવાનો આદેશ આપતા,…

હું અને આપ ﷺ એક જ વાસણ માંથી ગુસલ (સ્નાન) કરતા, જ્યારે કે અમે બન્ને જુનુબી હતા, આપ ﷺ મને સરવાલ બાંધી લેવાનો આદેશ આપતા, અને મારી સાથે ભેગા થઈ જતા જ્યારે કે મારા માસિક દિવસો ચાલતા હતા

ઉમ્મુલ્ મુઅમિનીન આયશા રઝી અલ્લાહુ અન્હા રિવાયત કરે છે, તેઓ કહે છે: હું અને આપ ﷺ એક જ વાસણ માંથી ગુસલ (સ્નાન) કરતા, જ્યારે કે અમે બન્ને જુનુબી હતા, આપ ﷺ મને સરવાલ બાંધી લેવાનો આદેશ આપતા, અને મારી સાથે ભેગા થઈ જતા જ્યારે કે મારા માસિક દિવસો ચાલતા હતા, અને આપ ﷺ જ્યારે એઅતકાફમાં હોતા તો આપ પોતાનું માથું બહાર તરફ કરતા, અને હું માસિકની સ્થિતિમાં હોવા છતાંય, આપનું માથું ધોતી હતી.

[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)] [મુત્તફકુન્ અલયહિ]

الشرح

ઉમ્મુલ્ મુઅમિનિન આયશા રઝી અલ્લાહુ અન્હા આપ ﷺ સાથેની ખાસ સ્થિતિનું વર્ણન કરી રહ્યા છે, તેમાંથી: અમે બન્ને જનાબતની સ્થિતિમાં એક જ વાસણ માંથી સ્નાન કરતા હતા, અને એક સાથે એક જ વાસણ માંથી પાણી લેતા હતા. અને જો આપ ﷺ માસિકના દિવસોમાં સંભોગ કરવા ઇચ્છતા તો પહેલા આદેશ આપતા કે નાભિથી લઈ કે ઘૂંટણ સુધી પોતાના કપડાંના બાંધી દે અને પછી જિમાઅ (સમાગમ) સિવાય ભેગા થતા હતા. અને આપ ﷺમસ્જિદમાં એઅતકાફ દરમિયાન પોતાનું માથું આયશા રઝી અલ્લાહુ અન્હા તરફ બહાર કરતા, અને આયશા રઝી અલ્લાહુ અન્હા માથું ધોતી હતી, જ્યારે કે તેઓ હૈઝ (માસિક)ની સ્થિતિમાં હોતા.

فوائد الحديث

પતિ પત્ની બન્ને એક જ વાસણમાં સાથે સ્નાન કરી શકે છે.

માસિક દરમિયાન પત્ની સાથે ફક્ત સમાગમ સિવાય ભેગી થવાની છૂટ છે; કારણકે તેનું શરીર પાક છે.

જાતીય સંભોગ દરમિયાન સરવાળ પહેરી શકાય છે.

તે દરેક સ્ત્રોત અપનાવવા જોઈએ જે હરામ કાર્યોમાં પડવાથી રોકતા હોય.

માસિકના સમયે સ્ત્રીઓ માટે મસ્જિદમાં રોકાવવું જાઈઝ નથી.

માસિકવાળી સ્ત્રી માટે ભીની અથવા સૂકી વસ્તુઓને સ્પર્શ કરવો જાઈઝ છે, સાથે સાથે વાળ પણ ધોઈ શકે છે અને તેને સીધા પણ કરી શકે છે.

આપ ﷺનો પોતાના ઘરવાળાઓ સાથે સદ્વ્યવહાર.

التصنيفات

લગ્ન અને ઘરવાળાઓ સાથે જીવન પસાર કરવામાં આપ સલ્લલાહુ અલયહી વસલ્લમનો તરીકો