મને આદેશ આપવામાં આવ્યો કે હું લોકો સાથે ત્યાં સુધી યુદ્ધ કરું જ્યાં સુધી તેઓ "લા ઇલાહ ઇલ્લલ્લાહ વ અન્ન મુહમ્મદુર્…

મને આદેશ આપવામાં આવ્યો કે હું લોકો સાથે ત્યાં સુધી યુદ્ધ કરું જ્યાં સુધી તેઓ "લા ઇલાહ ઇલ્લલ્લાહ વ અન્ન મુહમ્મદુર્ રસૂલુલ્લાહ" (અલ્લાહ સિવાય કોઈ સાચો ઇલાહ નથી અને મુહમ્મદ પયગંબર ﷺ અલ્લાહના રસૂલ છે) અર્થાત્ ઇસ્લામ લઈ આવે, અને નમાઝ કાયમ કરવા લાગે ઝકાત આપવા લાગે

અબ્દુલ્લાહ ઈબ્ને ઉમર રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે કે નબી ﷺએ કહ્યું: «મને આદેશ આપવામાં આવ્યો કે હું લોકો સાથે ત્યાં સુધી યુદ્ધ કરું જ્યાં સુધી તેઓ "લા ઇલાહ ઇલ્લલ્લાહ વ અન્ન મુહમ્મદુર્ રસૂલુલ્લાહ" (અલ્લાહ સિવાય કોઈ સાચો ઇલાહ નથી અને મુહમ્મદ પયગંબર ﷺ અલ્લાહના રસૂલ છે) અર્થાત્ ઇસ્લામ લઈ આવે, અને નમાઝ કાયમ કરવા લાગે ઝકાત આપવા લાગે, જે લોકો આમ કરી લેશે તેની જાન અને માંલ્ મારાથી સુરક્ષિત થઈ જશે સિવાઈ એ કે તેના પર ઇસ્લામના કારણે કોઈ અધિકાર વાજિબ થાય, અને બાકી રહેલા તેમના હિસાબ તો તે અલ્લાહના શિરે છે».

[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)] [મુત્તફકુન્ અલયહિ]

الشرح

આ હદીષમાં નબી ﷺ જણાવી રહ્યા છે કે અલ્લાહ તઆલાએ તેમને મુશરીક લોકો સાથે યુદ્ધ કરવાનો આદેશ આપ્યો ,છે અહીં સુધી કે તેઓ તે વાતની ગવાહી ન આપે કે અલ્લાહ સિવાય કોઈ સાચો ઇલાહ નથી, અને તેનો કોઈ ભાગીદાર નથી, અને ગવાહી આપે કે મોહમ્મદ ﷺ અલ્લાહના પયગંબર છે, અને આ ગવાહીની સાથે સાથે અમલ પણ કરે તે એ રીતે કે દિવસ અને રાત દરમિયાન પાંચ વખતની નમાઝ પઢે, અને હકદારોને અનિવાર્ય ઝકાત આપે. જે કોઈ ઉપરોક્ત વર્ણવેલ કાર્યો કરશે તો તે પોતાની જાન અને માલ સુરક્ષિત કરી લેશે, તેને કતલ કરવું યોગ્ય નહીં ગણાય, સિવાય એ કે જો તે કોઈ એવુ કાર્ય કરે જેના કારણે ઇસ્લામમાં હદ (સજારૂપે) અથવા કતલ અનિવાર્ય થતી હોય તો પછી તેનું કતલ કરવામાં આવશે, ફરી કયામતના દિવસે અલ્લાહ તઆલા તેના ગુપ્ત કાર્યોને જાણી તેની સાથે હિસાબ કિતાબ કરશે.

فوائد الحديث

આદેશ અને હુકમ ફક્ત જાહેર સ્થિતિ પ્રમાણે લાગુ કરવામાં આવશે, ગુપ્ત અમલ તો અલ્લાહ જ જાણે છે.

ઇસ્લામના પ્રચારમાં સૌ પ્રથમ તૌહીદનું મહત્વ કેમકે તેનાથી જ ઇસ્લામના પ્રચારની શરૂઆત કરવામાં આવે છે.

આ હદીષનો અર્થ એ નથી કે મુશરીક લોકોને ઇસ્લામમાં પ્રવેશ માટે ઝબરદસતી (દબાણ) કરવામાં આવે, પરંતુ તેમને ઇસ્લામમાં પ્રવેશવા અથવા ટેક્સ (કર) આપવાનો અધિકાર આપવામાં આવે છે, જો તેઓ ઇસ્લામના પ્રચારનો ઇનકાર કરી દે તો તેમના પર ઇસ્લામના આદેશો મુજબ કાર્યવાહી કરવામાં આવશે.

التصنيفات

અલ્ ઇસ્લામ