જ્યારે તમે (રમઝાન)નો ચાંદ જુઓ, તો રોઝા રાખો અને (શવ્વાલ)નો ચાંદ જોવો તો રોઝો છોડી દો અને જો વાદળ છવાઇ જાય તો ગણતરી…

જ્યારે તમે (રમઝાન)નો ચાંદ જુઓ, તો રોઝા રાખો અને (શવ્વાલ)નો ચાંદ જોવો તો રોઝો છોડી દો અને જો વાદળ છવાઇ જાય તો ગણતરી પુરી કરો (અર્થાત્ ત્રીસ દિવસ પુરા કરી લો)

ઈબ્ને ઉમર રઝી અલ્લાહુ અન્હુમા રિવાયત કરે છે, તેઓ કહે છે કે મેં આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમને કહેતા સાંભળ્યા: «જ્યારે તમે (રમઝાન)નો ચાંદ જુઓ, તો રોઝા રાખો અને (શવ્વાલ)નો ચાંદ જોવો તો રોઝો છોડી દો અને જો વાદળ છવાઇ જાય તો ગણતરી પુરી કરો (અર્થાત્ ત્રીસ દિવસ પુરા કરી લો)».

[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)] [મુત્તફકુન્ અલયહિ]

الشرح

આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ રમઝાન મહિનો શરૂ થવા અને ખતમ થવાની નિશાની જણાવતા કહ્યું: જ્યારે તમે રમઝાનનો ચાંદ જોવો તો રોઝા રાખો, જો વાદળ આવી જાય અને ચાંદ નજર ન આવે, મામલો શંકાસ્પદ બની જાય તો શઅબાન મહિનાની ત્રીસ દિવસની ગણતરી પુરી કરો, અને જો શવ્વાલ મહિનાનો ચાંદ નજર આવી જાય, તો રોઝા છોડી દો, જો વાદળ આવી જાય અને ચાંદ નજર ન આવે, મામલો શંકાસ્પદ બની જાય તો રમઝાનના મહિનાની ત્રીસ દિવસની ગણતરી પુરી કરો.

فوائد الحديث

મહિનાનો ફેરફાર ચાંદ જોઈ કરવામાં આવશે, ફક્ત હિસાબ લગાવી કરવામાં ન આવે.

ઈમામ ઇબ્ને મુન્ઝિર રહિમહુલ્લાહએ આ વાત પર ઇજમાઅ નકલ કર્યો છે કે ચાંદ ન દેખાઈ તો ફક્ત હિસાબ લગાવી રમઝાનના રોઝા જરૂરી નહીં થાય.

જો વાદળ આવી જાય અને ચાંદ ન દેખાઈ, તેમજ એવી સ્થિતિ ઉભી થાય અને મામલો શંકાસ્પદ બની જાય, તો શઅબાન મહિનાની ત્રીસ દિવસની ગણતરી પુરી કરવી જરૂરી છે.

ચાંદ પ્રમાણે મહિનો ઓગણત્રીસ અથવા ત્રીસ દિવસનો જ હોય છે.

જો વાદળ આવી જાય અને શવ્વાલનો ચાંદ ન દેખાઇ અને એવી સ્થિતિ ઉભી થાય કે મામલો શંકાસ્પદ બની જાય તો રમઝાન મહિનાના ત્રીસ દિવસ પુરા કરવા જરૂરી છે.

જો કોઈ વ્યક્તિ એવી જગ્યાએ હોય કે જ્યાં રોઝામાં મુસ્લિમોની બાબતોને તપાસવા માટે કોઈ ન હોય, અથવા તે પોતે આ તરફ ધ્યાન ન આપે, તો તેણે તેના વિશે સાવચેત રહેવું જોઈએ અને તેને કોઈ વ્યક્તિ દ્વારા શોધવું જોઈએ જે તેને જોઈને તેની પુષ્ટિ કરે, અથવા જેના પર તે ભરોસો કરે છે તેને જોઈને, અને તે આ રીતે રોઝા રાખી શકે છે અને તે મુજબ રોઝા તોડી શકે છે.

التصنيفات

ચાંદ જોવો