?આ દુનિયા એક સામાન છે અને દુનિયાનો સૌથી શ્રેષ્ઠ સામાન સદાચારી સ્ત્રી છે

?આ દુનિયા એક સામાન છે અને દુનિયાનો સૌથી શ્રેષ્ઠ સામાન સદાચારી સ્ત્રી છે

અબ્દુલ્લાહ બિન અમ્ર રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે કે નબી ﷺ એ કહ્યું: «આ દુનિયા એક સામાન છે અને દુનિયાનો સૌથી શ્રેષ્ઠ સામાન સદાચારી સ્ત્રી છે».

[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)] [આ હદીષને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ રિવાયત કરી છે]

الشرح

આપ ﷺ એ જણાવ્યું કે દુનિયા અને જે કઈ પણ તેમાં છે, વાસ્તવિકતામાં તે ક્ષણિક ઉપયોગ કરવાની વસ્તુ છે, અને ઉપયોગ થશે પછી તે ખતમ થઈ જશે, પરંતુ આ દુનિયાની સૌથી ઉપયોગી વસ્તુ નેક સ્ત્રી છે, એવી સ્ત્રી કે જ્યારે તેનો પતિ તેની તરફ જુએ તો તેને ખુશ કરી દે, કંઈ કરવાનો આદેશ આપે તો તેના આદેશને પૂરો કરે અને જ્યારે તેનો પતિ હાજર ન હોય તો તેની ઇઝ્ઝત અને માલની સુરક્ષા કરે.

فوائد الحديث

અલ્લાહ તઆલા એ દુનિયાની હલાલ કરેલ પવિત્ર વસ્તુઓને વેડફયા અને તેના પર ફખર (અભિમાન) કર્યા વગર ફાયદો ઉઠાવવો જાઈઝ છે.

નેક સ્ત્રી પસંદ કરવા પર પ્રોત્સાહન: કારણકે તે અલ્લાહના અનુસરણ કરવામાં પોતાની પતિની મદદ કરે છે.

દુનિયાનો સૌથી શ્રેષ્ઠ સામાન તે છે, જે અલ્લાહના અનુસરણ કરવામાં વ્યસ્ત હોય અથવા તેના અનુસરણમાં સહયોગી હોય.

التصنيفات

અહકામુન્ નિસા (સ્ત્રીઓના આદેશો), અહકામુન્ નિસા (સ્ત્રીઓના આદેશો)