પ્રશંસા અલ્લાહ માટે જ છે, જેણે શૈતાનની યુક્તિઓને વસ્વસાનું રૂપ આપી દીધું

પ્રશંસા અલ્લાહ માટે જ છે, જેણે શૈતાનની યુક્તિઓને વસ્વસાનું રૂપ આપી દીધું

ઈબ્ને અબ્બાસ રઝી અલ્લાહુ અન્હુમા રિવાયત કરે છે, તેઓ કહે છે: એક વ્યક્તિ આપ ﷺ પાસે આવ્યો અને કહ્યું: હે અલ્લાહના રસૂલ ! અમારા માંથી કોઈના દિલમાં એવા વસ્વસા આવે છે કે જેને વર્ણન કર્યા કરતા અમારું રાખ બની જવું અથવા બળીને કોલ્સો બની જવું સારું રહેશે, આપ ﷺએ કહ્યું: અલ્લાહુ અકબર, અલ્લાહુ અકબર પ્રશંસા અલ્લાહ માટે જ છે, જેણે શૈતાનની યુક્તિઓને વસ્વસાનું રૂપ આપી દીધું».

[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)] [આ હદીષને ઈમામ અબૂ દાવૂદ રહિમહુલ્લાહએ રિવાયત કરી છે]

الشرح

એક વ્યક્તિ આપ ﷺ પાસે આવીને કહે છે: હે અલ્લાહના રસૂલ ! અમારા માંથી કોઈના દિલમાં એવા વસ્વસા આવે છે કે જેને વર્ણન કરવું ઘણી મોટી બાબત છે, એ વાત વર્ણન કરવા કરતા કોલસો બની જવું વધુ સારું રહેશે, અલ્લાહના રસૂલ ﷺ એ બે વખત અલ્લાહ તઆલાની મહાનતા વર્ણન કરી અને અલ્લાહ તઆલાની પ્રશંસા કરી કે તેણે શૈતાનની યુક્તિઓને વસ્વસાનું રૂપ આપ્યું.

فوائد الحديث

એ વાત જાણવાની મળી કે શૈતાન મોમીનો માટે વસ્વસાના સ્વરૂપમાં છુપાયેલો રહે છે; જેથી તે એક મોમિનને ઈમાનથી કુફ્ર તરફ ફેરવી શકે.

શૈતાન માટે ઇમાનવાળાઓની સાથે નબળાઈનું વર્ણન કારણકે તેને ફક્ત વસ્વસાનો એક રસ્તો આપવામાં આવ્યો છે.

મોમિન માટે જરૂરી છે કે તે શૈતાનના દરેક વસ્વસાથી મોઢું ફેરવી લે અને તે તરફ ધ્યાન ન આપે.

આશ્ચર્યજનક વાત પર અથવા કોઈ સારી વાત પર અલ્લાહની મહાનતાનું વર્ણન કરી શકાય છે, અથવા આ પ્રમાણેની કોઈ વસ્તુ હોય.

એક મુસલમાનને કોઈ પણ આલિમને દરેક મુશ્કેલ સવાલ કરવાની છૂટ આપવામાં આવી છે.

التصنيفات

સર્વ શ્રેષ્ઠ અલ્લાહ પર ઈમાન, જિન્નો